HIV Risk: હ્યુમન ઈમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ (HIV) એક એવો વાયરસ છે, જે આપણી બૉડીના સેલ્સ પર એટેક કરે છે. જો તેને સમયસર ઓળખીને સારવાર ના કરાવવામાં આવે, તો તે એઈડ્સમાં બદલાઈ શકે છે. HIV એક ગંભીર બીમારી છે, જે ખૂબ જ સરળતાથી ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી સ્વસ્થ વ્યક્તિને ઈન્ફેક્ટેડ કરી શકે છે. સંક્રમિત વ્યક્તિ સાથે શારીરિક સબંધ બાંધવા, લોહી દ્વારા કે સ્તનપાન દ્વારા પણ આ વાયરસ ફેલાઈ શકે છે. આટલું જ નહીં, HIVથી સંક્રમિત પ્રેગ્નેન્ટ મહિલા દ્વારા આ બીમારી તેના ગર્ભમાં ઉછરી રહેલા શિશુને પણ થઈ શકે છે.
આ એક એવી બીમારી છે, જેની હજુ સુધી કોઈ સારવાર નથી મળી શકી. એવામાં આપણે જાણવું જરૂરી થઈ જાય છે કે, આખરે કેવા લોકોને HIVનો ખતરો સૌથી વધારે રહે છે.
આવા લોકોને HIVનો સૌથી વધુ ખતરો Who Is More Prone To HIV In Gujarati
અસુરક્ષિત જાતિય સબંધ
જે લોકો અલગ-અલગ લોકો સાથે અસુરક્ષિત રીતે શારીરિક સુખ માણતા હોય, તેમને HIV થવાનો ખતરો વધારે રહે છે.આ વાતનું ધ્યાન રાખો કે, કોઈ પણ સાથે અસુરક્ષિત જાતિય સબંધ ના બાંધવા જોઈએ. જે અનેક પ્રકારના સેક્સ્યૂઅલ ટ્રાન્સમિટેડ ડિસિઝના ખતરાને વધારે છે. જે પૈકી HIV પણ એક છે.
નીડલ્સ શેર કરવી
HIV જેવી ગંભીર બીમારી ફેલાવા પાછળનું એક સૌથી મોટું કારણ નીડલ્સ શેર કરવું પણ છે. જે લોકો કોઈ પ્રકારનું ડ્રગ્સ કે સિરિન્જ લેતા હોય, તો તેમણે ભૂલથી પણ નીડલ્સ અર્થાત સોંય કોઈની સાથે શેર ના કરવી જોઈએ. આપણે હોસ્પિટલોમાં જોયું જ હશે, કે ડૉક્ટર્સ ક્યારેય એક ઈન્જેક્શનને ફરીથી ઉપયોગમાં નથી લેતા. ઈન્જેક્શનનો ઉપયોગ કર્યાં બાદ તેને તોડીને ફેંકી દેવામાં આવે છે. જે HIVના જોખમને ઘટાડે છે.
એકથી વધુ પાર્ટનર હોય
HIV ઈન્ફેક્શનનો ખતરો એવા લોકોને પણ વધારે હોય છે, જેમના એકથી વધારે પાર્ટનર હોય. એટલે કે, જે લોકો એકથી વધારે લોકો સાથે જ જાતિય સબંધ બાંધતા હોય. જો કે એક્સપર્ટ કાયમ એક સલાહ આપતા જ હોય છે કે, એક વ્યક્તિ સાથે શારીરિક સબંધ બાંધો કે એકથી વધારે સાથે, દરેક વખતે કૉન્ડોમનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. કૉન્ડોમ HIV જેવી ગંભીર બીમારીને ફેલાતી અટકાવે છે. આમ મલ્ટીપલ પાર્ટનર હોવા, પણ HIVનું એક મોટું કારણ હોઈ શકે છે.
પેરેન્ટ્સ HIV સંક્રમિત હોય
HIV સંક્રમણ થવાનો ખતરો એવા લોકોને પણ હોય છે, જેમના પેરેન્ટ્સ આ વાયરસથી સંક્રમિત હોય. જો કે કન્સીવ કરતાં પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે, તો સંભવતઃ શિશુ સુધી આ બીમારીને ટ્રાન્સફર થકી અટકાવી શકાય છે. જો કે તે અનેક બાબતો પર નિર્ભર કરે છે. આથી કહેવું ખોટું નથી કે, સંક્રમિત પેરેન્ટ્સથી બાળકો પણ સંક્રમિત પેદા થઈ શકે છે.
HIV થવાનો રિસ્ક ક્યારે સૌથી વધારે વધે છે
જ્યાં HIV સંક્રમિત દર્દીઓની સંખ્યા વધારે હોય, તેમની વચ્ચે રહેવું પડતું હોય
જો કોઈના વર્તમાન કે અગાઉના પાર્ટનર સંક્રમિત રહ્યા હોય, તો તેમને પણ HIVનો ખતરો વધારે રહે છે
કોઈ HIV સંક્રમિત દર્દી સાથે ઈન્જેક્શન શેર કરવા, બ્લડ ટ્રાન્સફ્યૂઝન અને ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટેશનમાં પણ આવું થઈ શકે છે.