Diabetes Home Remedies: દરેક ડાયાબિટીસના દર્દીએ 3 વસ્તુને દોસ્ત બનાવવી જોઈએ, સુગર કાયમ રહેશે કંટ્રોલમાં

જ્યારે આપણા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન યોગ્ય રીતે ન થાય અથવા શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ ના કરી શકે, ત્યારે ડાયાબિટીસ થાય છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 20 Aug 2025 07:15 PM (IST)Updated: Wed 20 Aug 2025 07:15 PM (IST)
health-tips-in-gujarati-diabetes-home-remedies-how-to-control-blood-sugar-level-588872
HIGHLIGHTS
  • લાઈલાજ બીમારી ડાયાબિટીસથી અનેક લોકો પીડાઈ રહ્યા છે
  • ડાયાબિટીસના દર્દીએ ખાણી-પીણીથી માંડીને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો રહ્યો

Diabetes Home Remedies: ડાયાબિટીસએ ખરાબ લાઈફસ્ટાઈલ સાથે સંકળાયેલી લાઈલાજ બીમારી છે, જે શરીરના લગભગ તમામ ભાગોને અસર કરે છે. લાંબા સમય સુધી શરીરમાં બ્લડસુગરનું પ્રમાણ વધારે રહે, તો તે કિડની, હૃદય અને મગજને પણ અસર કરે છે.

આથી સમજવું જરૂરી છે કે, ડાયાબિટીસથી ગભરાવાની જરૂર નથી. અલબત્ત, આ એક એવો રોગ છે, જેને દવાઓ, યોગ્ય આહાર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે.

જ્યારે આપણા શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન યોગ્ય રીતે ન થાય અથવા શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, ત્યારે ડાયાબિટીસ થાય છે. જેને નિયંત્રિત કરવા માટે આહારમાં ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ડાયાબિટીસના દર્દીઓ નિષ્ણાંત દ્વારા સૂચવેલ આ 3 વસ્તુઓને તેમની ડાયટમાં સામેલ કરશે, તો તે ફાયદાકારક રહેશે. આ વિશે આયુર્વેદિક ડૉક્ટર નીલ સાવલિયા પાસેથી વિગતવાર માહિતી મેળવીએ, જેથી આપને યોગ્ય અને સાચી જાણકારી મળી રહે.

ડાયાબિટીસમાં તજ ખાવાના ફાયદા

  • એક્સપર્ટનું કહેવું છે કે, નાસ્તા બાદ તમારે તજનો એક નાનો ટૂકડો લેવો જોઈએ. જેનાથી ઈસ્યુલિન સેન્સેટિવિટીમાં સુધારો થાય છે. આ સાથે જ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે. પાચનમાં સુધારો થાય છે અને જમ્યા પછી બ્લડસુગરનું લેવલ વધતુ અટકાવે છે.
  • તજ બ્લડસુગર લેવલને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. જેમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણોના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકાર છે.
  • તજ આપણી બૉડીને ઈસ્યુલિન પ્રત્યેનો રિસ્પોન્સ સુધારે છે. જેનાથી સેલ્સમાં ગ્લુકોઝ સારી રીતે શોષાય છે અને બ્લડમાં સુગરનું પ્રમાણ વધતુ નથી.
  • તજ હોર્મોન્સને બેલેન્સ કરવા અને વજનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

બ્લડ સુગરને વધતુ અટકાવશે ઈલાયચી

  • ઈલાયચી ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદમાં તેને હાર્ટ ટોનિક કહેવામાં આવે છે. ઈલાયટીમાં રહેલા એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણો ઈસ્યુલિન સેન્સેટિવિટીને સુધારીને ડાયાબિટીસને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.
  • બપોરે જમ્યા બાદ 1-2 ઈલાયચી ચાવવાથી પાચન ક્રિયા સુધરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ઈલાયટી રામબાણથી કમ નથી.
  • ઈલાયચી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં, કબજિયાત દૂર કરવામાં અને શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ લવિંગ અચૂક ખાય

  • રાતે ડિનર બાદ 1-1 લવિંગ ખાવાનું રાખો, જે ઈસ્યુલિન સીક્રેશનને વધારે છે. આ સાથે જ લવિંગ ઓરલ હેલ્થને સુધારે છે તેમજ ડાયાબિટીસના દર્દીઓને અનેક ઈન્ફેક્શનથી પણ બચાવે છે
  • લવિંગમાં નાઈજેરિસિન હોય છે. જેને ચાવવાથી ઈસ્યુલિન સેન્સેટિવિટીમાં સુધારો થાય છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
  • ડાયાબિટીસના દર્દીઓમાં પાચન સમસ્યાઓ સામાન્ય છે. લવિંગ પણ આ સમસ્યાઓ ઘટાડે છે.