રોજ દૂધવાળી ચા પીવાની જગ્યાએ પીઓ સિંહપર્ણીની ચા, મળશે 5 અદભુત ફાયદા

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Tue 14 Mar 2023 05:45 AM (IST)Updated: Tue 14 Mar 2023 05:45 AM (IST)
drinking-tea-with-milk-drink-dandelion-tea-every-day-103777

સિંહપર્ણી કે ડેંડેલિયન એક અદભુત ઔષધીય છોડ છે, તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ મળે છે. ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તેનો ઉપયોગ એક પ્રભાવી નૂસખા તરીકે કરવામાં આવે છે, જેમ કે, યૂટીઆઈ ઈન્ફેક્શન, સોજો, શરીરને ડિટૉક્સિફાઈ કરવું, શરદી-ખાંસી વગેરે. પોષણની વાત કરીએ તો, તેમાં પ્રોટીન, બીટા કેરોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવાં મહત્વનાં પોષકતત્વો હોય છે. તેનાથી ઘણા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે. પરંતુ મોટાભાગના લોકોના મનમાં એ સવાલ હોય છે કે, સિંહપર્ણીના લાભ મેળવવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો? આ બાબતે વધારે માહિતી માટે અમે ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયટીશિયન ગરિમા ગોયલ સાથે વાત કરી. તેમનું માનીએ તો, સિંહપર્ણીનો ડાયટનો સમાવેશ કરવાની સૌથી સરળ રીતે છે, તેનાં ફૂલ કે મૂળની ચા બનાવીને પીવી. જો તમે રોજ દૂધવાળી ચા પીવાની જગ્યાએ સિંહપર્ણીની ચાનું સેવન કરશો તો, તેનાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળશે. આજે આ લેખમાં જાણીએ સિંહપર્ણીના ફાયદા વિસ્તૃતમાં.

ડેંડેલિયન ચાના 4 ફાયદા

  1. સોજો ઓછો કરે છે
    સોજો ઓછો કરવા માટે સિંહપર્ણીની ચા ખૂબજ ફાયદાકારક ગણાય છે. કારણકે તેમાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો હોય છે, જે સોજા સામે લડવામાં મદદ કરે છે. આ શ્વેત રક્ત કોશિકાઓને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
  2. બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે
    પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં પોષક તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. આ તત્વો ડંડેલિયનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વો બ્લડ ફ્લોમાં સુધારો કરવામાં મદદ કરે છે.
  3. કિડનીની સ્વસ્થ રાખે છે
    આ ચાનું સેવન કરવાથી કિડની ડિટૉક્સ કરવામાં મદદ મળે છે, તેમાં ભરપૂર ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે કિડનીના ફિલ્ટર્સની સફાઈ કરે છે. આ કિડનીનાં ફંક્શનને જાળવી રાખવામાં મદદ કરે છે અને કિડનીને સ્વસ્થ રાખે છે.
  4. લિવર ફંક્શનમાં સુધારો કરે છે
    ડેંડેલિયનમાં પૉલીસેકેરાઈડ હોય છે, જે લિવરના તણાવને પ્છો કરે છે. આ લિવર ફંક્શનમાં સુધારો કરવા અને ભોજનમાંથી હાનિકારક રસાયણોને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. આ પાચન સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે.
  5. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે
    શરદી-ખાંસી, એલર્જી અને અન્ય વાયરલ સંક્રમણોથી તમને બચાવવામાં અને જલદી સ્વસ્થ થવામાં આ ચા ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જેના કારણે તમે ઓછા બીમાર પડો છો.

All Image Source: Freepik

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે,  compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.