Sama Rice Kheer Recipe For Sama Pancham 2025: સામા પાચમના દિવસે સામાની ખીર કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ગણેશ ચતુર્થીના બીજા દિવસે સામા પાચમ આવે છે. મલાઈદાર સામાની ખીર બનાવવીની રેસિપી ગમે તો શેર કરવાનું ભુલશો નહીં.
સામાની ખીર સામગ્રી:
- સામો (મોરૈયો): ¼ કપ
- ઘી: 3 મોટી ચમચી (ડ્રાયફ્રૂટ્સ શેકવા માટે 1 મોટી ચમચી, સામો શેકવા માટે 2 મોટી ચમચી)
- કાજુના ટુકડા: 2 ટેબલસ્પૂન
- બદામના ટુકડા: 2 ટેબલસ્પૂન
- પિસ્તા: 1 ટેબલસ્પૂન
- ચારોળી: 1 ટેબલસ્પૂન (જો ઉપલબ્ધ હોય તો)
- કિસમિસ: 1 ટેબલસ્પૂન
- દૂધ: ½ લિટર
- કેસર વાળું દૂધ: 1 ચમચી ગરમ દૂધમાં ¼ ટી સ્પૂન કેસર પલાળેલું
- ખાંડ: ½ કપ (સ્વાદ મુજબ વધુ કે ઓછી કરી શકાય)
- ઈલાયચી પાવડર: 1 નાની ચમચી
- સજાવટ માટે: થોડા ડ્રાયફ્રૂટ્સ અને પિસ્તા ફ્લેક્સ
સામાની ખીર બનાવવાની રીત:
1). સામો તૈયાર કરવો:
સૌ પ્રથમ, ¼ કપ સામાને એક મોટા વાસણમાં કાઢી, તેમાં પાણી ઉમેરીને સારી રીતે ધોઈ લો જેથી તેમાં રહેલી ધૂળકી નીકળી જાય.
પાણી કાઢી લીધા પછી, સામાને 10 થી 15 મિનિટ માટે પલાળી દો. જો સમય ન હોય તો તમે ધોઈને સીધો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ પલાળવાથી સામો ઝડપથી રંધાઈ જાય છે.
2). ડ્રાયફ્રૂટ્સ શેકવા:
એક પેનમાં 1 મોટી ચમચી ઘી ગરમ કરો.
ઘી ગરમ થાય એટલે તેમાં કાજુના ટુકડા, બદામના ટુકડા, પિસ્તા, ચારોળી અને કિસમિસ ઉમેરો.
આ બધા ડ્રાયફ્રૂટ્સને એક મિનિટ માટે ઘીમાં શેકી લો જ્યાં સુધી તેનો રંગ સહેજ બદલાય નહીં. શેકેલા ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ ખીરમાં ખૂબ સરસ લાગે છે.
શેકેલા ડ્રાયફ્રૂટ્સને થોડીવાર માટે બાજુ પર રાખો.
આ પણ વાંચો
3). સામો શેકવો:
હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 મોટી ચમચી ઘી ગરમ કરો.
ઘી ગરમ થાય એટલે પલાળેલા સામામાંથી બધું પાણી કાઢીને ગરમ ઘીમાં ઉમેરી દો.
સામોને 1 થી 2 મિનિટ માટે ઘીમાં શેકી લો. પલળેલો સામો ઘીમાં શેકાઈને સરસ ફૂલી જશે અને ક્રિસ્પી બનશે. શેકાયેલા સામાનો સ્વાદ એકદમ સરસ લાગશે.
આ પ્રક્રિયા ફક્ત 2 થી 3 મિનિટ માટે સતત હલાવતા રહીને કરવાની છે.
4). ખીર બનાવવી:
જ્યારે સામાનો દાણો ફૂલી જાય અને થોડો શેકાઈને ક્રિસ્પી થઈ જાય, ત્યારે તેમાં થોડું દૂધ ઉમેરો (½ લિટર દૂધમાંથી બધું એક સાથે ઉમેરવું નહીં) અને 1 મિનિટ થવા દો.
ત્યારબાદ ફરી થોડું દૂધ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો.
પહેલા થોડા દૂધ સાથે મોરૈયાને બાફી લો, જેથી તે ઝડપથી ફૂલી જાય અને નરમ થઈ જાય. મધ્યમ ગેસની ફ્લેમ પર ફક્ત 2 જ મિનિટમાં મોરૈયો દૂધ સાથે સરસ પલળીને ફૂલી જશે.
જ્યારે મોરૈયાનો દાણો એકદમ સોફ્ટ થઈ જાય, ત્યારે બાકીનું દૂધ ઉમેરો. આ નવી ટ્રીકથી ખીર એકદમ ઝડપથી ઘાટી અને મલાઈદાર બનશે, અને સામાનો દાણો કાચો નહીં લાગે.
ખીરના સારા રંગ અને સ્વાદ માટે કેસર વાળું દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
ખીરને ફક્ત 5 મિનિટ માટે ઉકળવા દો. સામો પહેલેથી જ સારી રીતે કૂક થયેલો હોવાથી, તે દૂધ સાથે ભળી જાય ત્યાં સુધી જ તેને ઉકાળવાની જરૂર છે.
5 મિનિટમાં જ ખીર એકદમ ઘાટી અને મલાઈદાર થઈ જશે. સામાનો દાણો એકદમ મીણ જેવો ફૂલીને સોફ્ટ થઈ ગયો હશે અને દૂધ તથા સામો એકરસ થઈ ગયા હશે.
5). ડ્રાયફ્રૂટ્સ ઉમેરો :
આ સમયે, ½ કપ ખાંડ ઉમેરો (તમારા સ્વાદ મુજબ ગોઠવી શકાય).
શેકેલા ડ્રાયફ્રૂટ્સ અને 1 નાની ચમચી ઈલાયચી પાવડર પણ ઉમેરો.
બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી, ખીરને ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો.
- સર્વ કરો:
ફક્ત 10 જ મિનિટમાં એકદમ ઘાટી અને મલાઈદાર સામાની ખીર તૈયાર છે.
તૈયાર થયેલી ખીરને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ્સ અને પિસ્તા ફ્લેક્સ સાથે સજાવીને સર્વ કરો.
આ ઝટપટ બની જતી સુપર ટેસ્ટી સામાની ખીરની રેસીપીનો આનંદ માણો!