Lemon Pickle Recipe : લીંબુનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જમવામાં લીંબુનું અથાણું (Limbu Nu Athan) હોય તો સ્વાદ બેવડાઈ જાય છે. આજે લીંબુનું અથાણું (Lemon Pickle) કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ લીંબુનું અથાણું આખું વર્ષ બિલકુલ બગડશે નહીં. જો તમને પેટમાં દુખતું હોય કે ઊલટી ઉપકા થતા હોય, તો આ અથાણું ખાવાથી રાહત મળે છે. બાળકોને પણ આ અથાણું ખૂબ જ ભાવે છે અને તેને પરોઠા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે.
લીંબુનું અથાણું બનાવવાની સામગ્રી: (લીંબુનું અથાણું બનાવાની રીત | Limbu Nu athanu in Gujarati)
- લીંબુ: 1 કિલો (મધ્યમ છાલવાળા અને એકદમ ફ્રેશ)
- મીઠું: 4 ચમચી
- હળદર: 2 ચમચી
લીંબુનું અથાણું બનાવવાની રીત: (Lemon Pickle Recipe : લીંબુનું અથાણું બનાવવાની સરળ રીત)
લીંબુની તૈયારી:
- સૌ પ્રથમ, 1 કિલો લીંબુને સરસ રીતે ધોઈ લો અને પછી તેને લૂછીને સૂકવી દો.
- દરેક લીંબુમાં 4 કટ મૂકીને તેને સુધારી લો. બધા જ લીંબુને આ રીતે કટ કરી દેવાના છે.
હળદર-મીઠાનું મિશ્રણ:
- એક વાટકીમાં 4 ચમચી મીઠું અને 2 ચમચી હળદર લો.
- આ બંનેને સરસ રીતે મિક્સ કરી લો.
- લીંબુ ભરવા:
- તૈયાર કરેલા હળદર અને મીઠાના મિશ્રણને દરેક લીંબુની અંદર દાબી દાબીને ભરો.
- જેટલું સમાય તેટલું મિશ્રણ નાખવાનું છે. જો ઓછું ભરાયું હોય તેમ લાગે, તો ફરીથી ખોલીને વધારે ભરી શકાય છે.
- લીંબુ સરસ રીતે ભરેલા હશે તો અથાણું આખું વર્ષ સારું રહેશે અને ફૂગ પણ ચડશે નહીં. વળી, લીંબુ થોડા દિવસમાં જ સરસ રીતે ગળી જશે.
બરણીની તૈયારી:
- એકદમ સ્વચ્છ ધોયેલી કાચની બરણીનો ઉપયોગ કરો.
- બરણીને ધોયા પછી એકથી બે કલાક માટે તડકામાં સૂકવી દો જેથી તેમાં રહેલા બેક્ટેરિયા કે ફૂગ નાશ પામે અને બરણી જંતુમુક્ત બની જાય.
લીંબુ બરણીમાં ભરવા:
- એક મોટી બરણી લો જે અડધી ખાલી રહે.
- ભરેલા બધા લીંબુને બરણીમાં ગોઠવી દો.
- હળદર અને મીઠાનું જે મિશ્રણ વધ્યું હોય, તેને પણ લીંબુ ઉપર નાખી દો.
- બરણીનું ઢાંકણ બંધ કરી દો.
અથાણાને સ્ટોર કરો:
- બરણીમાં રહેલા લીંબુને સાતથી આઠ દિવસ માટે રોજ એકથી બે વખત મિક્સ કરતા રહો.
- આવું કરવાથી લીંબુની છાલ ઉપર પણ મીઠા અને હળદરનું મિશ્રણ સરસ રીતે કોટ થઈ જશે. જો છાલ પર કોટિંગ નહીં થાય, તો તેના પર ફૂગ થઈ શકે છે.
અથાણું તૈયાર થવાનો સમય: (Preserved lemon લીંબુનું અથાણું)
- આ રીતે 8 દિવસ મિક્સ કર્યા પછી, 20 દિવસમાં તમારું લીંબુનું અથાણું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે અને લીંબુ એકદમ ગળી જશે.
- આ અથાણું આખું વર્ષ એવું ને એવું જ રહેશે.