બનાવો શાહી લીલા વટાણાનું શાક, આંગળાં ચાટતા રહી જશે સૌ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 16 Nov 2022 10:16 AM (IST)Updated: Wed 16 Nov 2022 10:16 AM (IST)
make-a-royal-green-pea-dish-everyone-will-be-left-licking-their-fingers

વટાણાની સીઝન આવી ગઈ છે. તમે પણ ઘરે વટાણાના પરાઠા, બટાકા વટાણાનું શાક બનાવવાનું શરૂ કરી દીધું હશે. તો ચાલો આજે બનાવીએ શાહી વટાણાનું શાક. ખાસ કરીને ઘરે કોઈ નાનકડી પાર્ટી હોય કે, મહેમાનો આવ્યા હોય ત્યારે રોટલી સાથે પીરસો આ શાહી શાક, બનાવવામાં તો એકદમ સરળ છે જ, સાથે-સાથે સૌને બહુ ભાવશે પણ ખરું.

રીત
સૌપ્રથમ વટાણાને છોલીને દાણાને ધોઈ લો અને 5 મિનિટ માટે મીઠાના પાણીમાં ઉકાળી લો, જેનાથી વટાણાના દાણા નરમ પડી જશે. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને હીંગ-જીરુંનો વઘાર કરો. ત્યારબાદ તેમાં ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ નાખો અને બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં ધાણાજીરું, હળદર, મીઠું અને ગરમ મસાલો નાખો અને બધુ મિક્સ કરીને બરાબર ચઢવી લો. મસાલા બરાબર ચઢી જાય એટલે તેમાં બાફેલા વટાણા નાખો અને મિક્સ કરી ઢાંકીને થોડી વાર માટે ચઢવા દો. વટાણા બરાબર ચઢી જાય એટલે તેમાં મલાઈ નાખો અને થોડીવાર ચઢવ્યા બાદ ગેસની આંચ બંધ કરી દો. હવે ગરમાગરમ શાહી વટાણાના શાકની સાથે ગરમા-ગરમ ફૂલકા રોટલી પીરસો અને મજા માણો.

શાહી વટાણાનું શાક Recipe Card
વટાણાનું શાહી અંદાજમાં શાક બનાવવા માટે જુઓ આ સરળ રીત-
Total Time : 20 min, Preparation Time : 10 min, Cooking Time : 10 min, Servings : 2, Cooking Level : Low, Course: Main Course, Calories: 150, Cuisine: Indian
Author: Anuradha Gupta

સામગ્રી
1 વાટકી વટાણા, 3 મોટા ચમચા મલાઈ, 3 મોટા ચમચા ડુંગળીની પેસ્ટ, 5 મોટા ચમચા ટામેટાની પેસ્ટ, 1 મોટો આદુ-લસણની પેસ્ટ, 1 નાની ચમચી ધાણાજીરું પાવડર, 1/2 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ગરમ મસાલો, મીઠું, સ્વાદાનુસાર

રીત
સૌથી પહેલાં વટાણાના દાણાને મીઠાના પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હીંગ-જીરાનો વઘાર કરો. કઢાઈમાં ડુંગળી, ટામેટું અને આદુ-લસણની પેસ્ટ નાખો અને ચઢવી દો. ત્યારબાદ તેમાં બધા જ મસાલા નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવો. બધુ બરાબર ચઢી જાય એટલે તેમાં વટાણા નાખો અને મિક્સ કરી ઢાંકો દો. ત્યારબાદ આ મિશ્રણમાં મલાઈ નાખો અને 5 મિનિટ ચઢવ્યા બાદ ગરમા-ગરમ ફુલકા રોટલી સાથે પીરસો. જો તમને આ રેસિપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જણાવવાનું ભૂલતા નહીં. આવી જ વધુ રેસિપીઝ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.

DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.