Cracked Heels Treatment: ફાટેલી એડીઓથી છૂટકારો અપાવશે આ દેશી નુસખા, થોડા દિવસમાં જ ફરક દેખાશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 22 Dec 2023 05:30 AM (IST)Updated: Fri 22 Dec 2023 05:30 AM (IST)
how-to-do-take-care-of-cracked-heels-at-home-253415

Cracked Heels Treatment: શિયાળો શરૂ થતા જ અવારનવાર ઘણા લોકો એડીઓ ફાટી જવાની ફરિયાદ કરવા લાગે છે. ફાટેલી એડીથી ઘણીવાર આપણને શરમ પણ અનુભવાય છે. જો તમે પણ એડીઓ ફાટવાને કારણે તમારા મનપસંદ ફૂટવેર પહેરી શકતા નથી, તો ટેન્શન છોડી દો અને અપનાવો આ ઘરેલું ઉપાય.

ફાટેલી એડીઓ પર કઈ વસ્તુઓને કરવો જોઈએ ઉપયોગ?

  • દહીં
  • મધ

ઉપયોગ કરવાની રીત

  • સૌથી પહેલા એક બાઉલમાં 2થી 4 ચમચી દહીં નાખો. તેમાં લગભગ 3 થી 4 ચમચી મધને મિક્સ કરો.
  • આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પગની એડી પર લગાવી લો.
  • તેને એડિઓ પર ઓછામાં ઓછા 30 મિનિટ સુધી લાગેલું રહેવા દો.
  • જો તમે ઈચ્છો તો હળવા હાથે મસાજ પણ પગ પર કરી શકો છો.
  • પાણી અને રૂની મદદથી પગની એડિઓ પર લગાવેલા મધ અને દહીંને સાફ કરી લો.
  • આ ઘરેલું ઉપાયને તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 વખત ઉપયોગ કરી શકો છો.
  • થોડા જ દિવસોમાં આ ઘરેલું ઉપાયની અસર તમને જોવા મળશે.

ફાયદા
દહીંને પગ પર લગાવવાથી તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. ફાટેલી એડીઓને રિપેર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા તત્વો ડાર્ક સ્પોટ્સ જેવા ઘણા ડાર્ક માર્કસને સાફ કરવામાં મદદ કરે છે.

મધ ત્વચામાં હાજર છિદ્રોને સાફ કરવામાં મદદ કરે છે. ચામડીને મુલાયમ રાખવામાં મધ ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

નોંધ: કોઈપણ ઉપાયને અજમાવતા પહેલા તમારે એક્સપર્ટની સલાહ જરુર લેવી જ જોઈએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.