આઈબ્રો બનાવવાનું કામ ઘણીવાર બહુ મુશ્કેલ હોય છે. દોરાની મદદથી આંખની ઉપરના વાળ કઢાવવાનું કામ ખરેખર સરળ નથી. પરંતુ સુંદરતા માટે અને પરફેક્ટ શેપ વાળી આઈબ્રો ચહેરાને અલગ જ લુક આપે છે. પરફેક્ટલી ગ્રૂમ્ડ આઈબ્રો બનાવવી તો યોગ્ય છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, શું તેને શેવ કરવી જોઈએ, પ્લકિંગ કરવી જોઈએ, વેક્સિંગ કરવું જોઈએ કે થ્રેડિંગ કરવું જોઈએ.
આ બધી જ રીતો આઈબ્રો માટે અજમાવવામાં આવે છે. બધાના કોઈને કોઈ ફાયદા અને નુકસાન હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવશું, કઈ રીતના કયા ફાયદા અને નુકસાન છે?
આઈબ્રો વેક્સિંગ
આજકાલ આ રીત ખૂબજ ફેમસ છે અને ઘણાં હાઈ પ્રોફાઈલ પાર્લરમાં આ રીત અજમાવવામાં આવે છે. તેમાં એક સાથે મોટા એરિયાને કવર કરવામાં આવે છે અને જો તમે આઈબ્રો સાથે ફોરહેડ પણ કરાવવા ઈચ્છતા હોવ તો, આઈબ્રો વેક્સિંગ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આઈબ્રો વેક્સિંગના શું ફાયદા છે?
તેનો સૌથી મોટો ફાયદો એ છે કે, આઈબ્રોના વાળ બહુ ધીરે-ધીરે આવે છે અને તેની અસર એક મહિના સુધી ચાલે છે. આ એ મહિલાઓ માટે બહુ સારો વિકલ્પ છે, જેમનો ગ્રોથ બહુ વધારે હોય, કારણકે આ રીતે ગ્રોથ ધીમો થાય છે. વેક્સિંગથી એકદમ ક્લીન લુક મળે છે અને તેનાથી નાના-નાના વાળ પણ નીકળી જાય છે અને ટેનિંગ પણ જતું રહે છે. એટલે તે એકદમ ક્લીન લુક આપે છે.
આઈબ્રો વેક્સિંગનાં શું-શું નુકસાન છે?
આઈબ્રો વેક્સિંગ તમારી ત્વચાને ઈરિટેટ કરી શકે છે. આંખોની આસપાસની ત્વચા ખૂબજ સેન્સિટિવ હોય છે અને એવામાં કેમિકલ્સ લગાવવાં જરાપણ યોગ્ય નથી. જો એકાદી ભૂલ પણ થાય તો, એકાદ મહિનામાં અનઈવન આઈબ્રો આવશે. એટલે તેને કોઈ એક્સપર્ટ પાસે જ કરાવવી જોઈએ.
આઈબ્રો થ્રેડિંગ
આપણા દેશમાં આઈબ્રો થ્રેડિંગ સૌથી વધારે પ્રચલિત છે અને મોટાભાગનાં પાર્લરમાં તેનો ઉપયોગ જ કરવામાં આવે છે. આનાથી શેપ કરવામાં આવેલ આઈબ્રો એકદમ પરફેક્ટ બને છે અને થ્રેડિંગથી ત્વચા એટલી ઈરિટેટ નથી થતી, જેટલી વેક્સિંગથી થાય છે.
આઈબ્રો થ્રેડિંગના ફાયદા
આ એકદમ સસ્તુ છે અને તેનાથી આઈબ્રો પર જલદી વાળ પણ નથી આવતા. આ રીતથી આઈબ્રોનો શેપ વધારે સારો આવે છે અને ભૂલ થવાની સંભાવના બહુ ઓછી રહે છે.
આઈબ્રો થ્રેડિંગનાં નુકસાન
આ રીતે આઈબ્રો બનાવવામાં 10-15 મિનિટ લાગે છે, પરંતુ તેનાથી ઘણા લોકોની ત્વચા ઈરિટેટ થઈ શકે છે. જો તમને દુખાવો સહન કરવો ન ગમતો હોય તો આઈબ્રો માટે બીજી કોઈ રીત અપનાવી શકો છો. આ રીતે કદાચ તમને થોડો વધારે દુખાવો થઈ શકે છે.
આઈબ્રો પ્લકિંગ
કોઈ પ્લકર કે ટ્વીજર મદદથી તમે જાતે જ આઈબ્રો સેટ કરી શકો છો. પ્લકિંગ કોઈ બીજા પાસે પણ કરાવી શકો છો અને તેનાથી આઈબ્રોનો શેપ પરફેક્ટ બની શકે છે.
આઈબ્રો પ્લકિંગના ફાયદા
આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી અને તેનાથી ત્વચાને ઈરિટેશન પણ નહીં થાય. આ તમને વધારે કંટ્રોલ આપે છે અને તેનાથી વાળનો ગ્રોથ પણ બહુ જલદી આવતો નથી.
આઈબ્રો પ્લકિંગનાં નુકસાન
આઈબ્રો પ્લકિંગ ખૂબજ મહેનતનું કામ છે અને તેમાં બહુ સમય પણ લાગે છે. જો તમારી પાસે આઈબ્રો પ્લકિંગ માટે વધારે સમય ન હોય તો, આ વિકલ્પને પસંદ ન કરો.
આઈબ્રો શેવિંગ
આઈબ્રો શેવિંગ સૌથી ઝડપી રીત છે અને તે સૌથી ઓછો દુખાવો આપનાર પણ છે.
આઈબ્રો શેવિંગના ફાયદા
આઈબ્રો શિએવિંગ કરતી વખતે વધારે નિયંત્રણ મળે છે અને વધારે ડિફાઈન્ડ આઈબ્રોઝ મળે છે. આ જલદી થઈ જાય છે અને તેમાં જરાપણ દુખાવો નથી થતો.
આઈબ્રો શેવિંગનાં નુકસાન
તેનાથી બહુ ઝડપથી ગ્રોથ થાય છે અને તેના કારણે ગ્રોથ આડોઅવળો થાય છે. આ સિવાય તેનાથી રેઝર બર્ન કે કટ લાગવાની શક્યતા પણ રહે છે.
તમારી આઈબ્રોના ગ્રોથ પ્રમાણે તમે આઈબ્રોની યોગ્ય રીત પસંદ કરી શકો છો. તમે આઈબ્રો માટે આમાંથી કઈ રીત પસંદ કરો છો? આ વિશે અમને કમેન્ટ બૉક્સમાં ચોક્કસથી જણાવજો. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.