Hair Care Tips: વાળને લાંબા કરવા માટે સરસવના તેલમાં મિક્સ કરો આ એક વસ્તુ, જાણો ઉપયોગ કરવાની રીત

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Jan 2024 05:30 AM (IST)Updated: Tue 02 Jan 2024 05:30 AM (IST)
hair-care-tips-in-gujarati-homemade-tips-for-hair-growth-259234

Mustard Oil For Hair Growth: શું તમારા વાળ સમય પહેલા જ સફેદ થવા લાગ્યા છે?, તૂટવા અને ખરતા રહે છે અને ગ્રોથ પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યો, તો આ બધી સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે વાળમાં આ એક વસ્તની સાથે લગાવો સરસવનું તેલ. ખૂબ જ ઝડપથી જોવા મળશે તેની અસર.

સરસવના તેલની સાથે લગાવો મેથીના દાણા
સરસવનું તેલ વાળ માટે ખૂબ જ સારું હોય છે. તેનો ઉપયોગ કરવાથી વાળ લાંબા અને જાડા દેખાય છે. તમે પણ તેનો ઉપયોગ મેથીના દાણાની સાથે કરી શકો છો.

આ માટે સૌથી પહેલા એક કડાઈમાં સરસવનું તેલ નાખો અને મેથીના દાણા નાખીને તેને સારી રીતે પકાવો. હવે તેને ઠંડુ થવા માટે રાખી દો.

જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને એક બોટલમાં ભરી દો અને રાત્રિના સમયે તમારા વાળમાં લગાવીને મસાજ કરો. આને લગાવવાથી સ્કેલ્પ મજબૂત બને છે અને વાળ ઝડપથી વધે છે. તમારે નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાનો છે. આને લગાવવાથી તમારા વાળ જાડા પણ દેખાશે.

સરસવના તેલની સાથે લગાવો કરી પત્તા
જો તમે ઈચ્છો છો કે તમારા વાળ ઝડપથી લાંબા થાય, તો તેના માટે તમે સરસવના તેલની સાથે કરી પત્તાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ લાંબાની સાથે-સાથે કાળા પણ દેખાશે.

આ માટે પહેલા તમારે 5-6 મીઠા કરી-પત્તાની જરૂર પડશે. પછી એક કડાઈમાં સરસવનું તેલ. આ તેલને ગેસ પર રાખો અને પકવા માટે છોડી દો.

હવે તેમાં કરી-પત્તાને નાખઓ અને ચડવા દો. એ વાતનું ધ્યાન રાખવું કે તેલ બળી ન જાય.

જ્યારે તેલ સારી રીતે પાકી જાય, ત્યારે તેને ઠંડુ થવા માટે રાખી દો. હવે તેને એક બોટલમાં સ્ટોર કરી લો અને વાળમાં લગાવો. તેનો ઉપયોગ તમે સવારે અથવા રાત્રિના સમયે વાળોમાં કરી શકો છો.

નોંધ: કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારે એક્સપર્ટની સલાહ જરુર લેવી જોઈએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.