Black Hair Naturally: મહેંદીમાં મિક્સ કરીને લગાવો આ વસ્તુઓ, સફેદ વાળ થઈ જશે કાળા ભમ્મર

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 05 Jan 2024 05:30 AM (IST)Updated: Fri 05 Jan 2024 05:30 AM (IST)
beauty-tips-mehndi-for-long-hair-261078

Black Hair Naturally: સફેદ વાળને છુપાવવા માટે સૌથી વધુ જો લોકો કોઈ વસ્તુ વાળમાં લગાવે છે, તો તે છે મહેંદી. કારણ કે મહેંદી વાળને નેચરલ કલર કરવાનો બેસ્ટ ઉપાય છે. તે સફેદ વાળને કાળા કરવામાં તો મદદ કરે જ છે, સાથે જ તે વાળને પોષણ પણ આપે છે. તે વાળમાં આર્ટિફિશિયલ અને કેમિકલથી ભરપૂર કલર અથવા ડાઈની જેમ નુકસાન પણ પહોંચાડતી નથી. મહેંદી વાળની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો, જો તમે મહેંદીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવો છો, તો તે સફેદ વાળને અસરકારક રીતે કાળા અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જી હાં, તમે બિલકુલ બરાબર વાંચ્યું! આ લેખમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને મહેંદીમાં મિક્સ કરીને લગાવવાથી સફેદ વાળને નેચરલ રીતે કાળા થઈ જશે. સાથે જ તેનાથી કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.

આમળા અને મહેંદીને લગાવો
વાળને કાળા કરવા માટે ઘણીવાર આપણે આમળાનું સેવન કરીએ છીએ. એવું કહેવાય છે કે તેમાં મળી આવતું વિટામિન Cથી વાળ નેચરલી કાળા થાય છે. પરંતુ તમે તેનો ઉપયોગ મહેંદીની સાથે પણ કરી શકો છો, તેનાથી વાળ કુદરતી રીતે કાળા દેખાય છે.

આ રીતે કરો આમળાનો ઉપયોગ

  • વાળને મહેંદીથી કાળા કરવા માટે સૌથી પહેલા સૂકા આમળાને પીસીને તેનો પાવડર તૈયાર કરો. આ પછી 2 ચમચી પાવડરને મહેંદીમાં મિક્સ કરો.
  • હવે મહેંદીની પેસ્ટ તૈયાર કરો. પછી તેને વાળમાં લગાવો અને સુકાવા માટે છોડી દો. જ્યારે વાળમાં મહેંદી સારી રીતે સુકાઈ જાય ત્યારે શેમ્પૂથી ધોઈ લો.
  • પછી વાળને સુકાવા દો. તેનો ઉપયોગ જો તમે મહિનામાં 2 વાર કરશો તો તેનાથી તમારા વાળ કાળા દેખાશે.

બ્રાહ્મી અને મહેંદીને લગાવો
વાળને કાળા કરવા માટે તમારે કોઈપણ પ્રકારની કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે બ્રાહ્મી અને મહેંદીથી પણ તેને કાળા કરી શકો છો. આ માટે ફક્ત તમારે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવો પડશે.

આ રીતે કરો બ્રાહ્મીનો ઉપયોગ

  • આ માટે સૌથી પહેલા એક બાઉલમાં મહેંદી પાવડર લો. હવે તેમાં 2 ચમચી બ્રાહ્મી પાવડર નાખો. પછી તેમાં પાણી ઉમેરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.
  • આ પછી તેને વાળમાં લગાવો. એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે મહેંદી લગાવો ત્યારે વાળમાં તેલ લાગેલું ન હોવું જોઈએ, નહીંતર કાળા થવામાં સમય લાગશે.
  • હવે વાળ પર લગાવેલી મહેંદીને સુકાવા દો. આ પછી શેમ્પૂથી વાળને ધોઈ લો. તમારા વાળ તેનાથી નેચરલી કાળા થઈ જશે. તેનો ઉપયોગ પણ તમે મહીનામાં બે વાર કરી શકો છો.

નોંધ: કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરુર લો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.