Aloe Vera Skin Benefits: તડકો આપણી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે સન બર્ન, બળતરા, બ્લેક સ્પોટ અને ઉંમર વધવાના સંકેતો ઝડપથી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં સ્કિનની કાળજી લેવી મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આજના સમયમાં લોકો કેમિકલ બેસ્ડ પ્રોડક્ટની જગ્યાએ એલોવેરા જેવા કુદરતી ઉપાય તરફ વળી રહ્યા છે, કારણ કે તેની કોઈ આડઅસર નથી થતી. આટલું જ નહીં, તે સ્કિનમાં નિખાર પણ લાવે છે.
એલોવેરા જેલ સ્કિનને ઠંડક આપવા, બળતરા ઓછી કરવાનું તેમજ મૉઈશ્વરાઈઝ કરવામાં ફાયદેમંદ છે. સેન્સેટિવ સ્કિન ધરાવતા લોકો માટે પણ એલોવેરા જેલ સુરક્ષિત છે.
આજ કારણોસર તડકામાં નીકળતા પહેલા એલોવેરા જેલ લગાવવી દરેક વયના લોકો માટે જરૂરી અને લાભદાયી સિદ્ધ થઈ શકે છે. તો ચાલો આ સંદર્ભે મેવાડ યુનિવર્સિટીના પ્રોફેસર અને આયુર્વેદ નિષ્ણાંત ડૉ. કિરણ ગુપ્તા પાસેથી જાણીએ કે, તડકામાં જતા પહેલા એલોવેરા લગાવવાથી ક્યા ફાયદા થાય?
તડકામાં બહાર નીકળતા પહેલા એલોવેરા લગાવવાના ફાયદા
હાનિકારક સૂર્ય કિરણોથી રક્ષણ: સૂર્યના કિરણો સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. એલોવેરામાં કુદરતી તત્વો હોય છે, જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે. તડકામાં બહાર નીકળતા પહેલા નિયમિતપણે એલોવેરા લગાવવાથી સનબર્નનું જોખમ ઓછું થાય છે.
ત્વચાને ઠંડક આપે: ઉનાળામાં ગરમી અને પરસેવાના કારણે સ્કિનમાં બળતરા થાય છે. એલોવેરા જેલ લગાવવાથી ત્વચાને તાત્કાલિક ઠંડક અને રાહત મળે છે. તેમાં હાજર એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ સ્કિન પર સોજા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે. તે ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે, જે લાંબા સમય સુધી બહાર રહે છે.
સ્કિનને મોઈશ્વરાઈઝ કરે: સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી સ્કિન ડલ થવા લાગે છે. એવામાં એલોવેરા જેલ સ્કિનને અંદર સુધી મોઈશ્વરાઈઝ કરે છે અને તેનાથી સ્કિન સૉફ્ટ બને છે. જે ઑઈલી અને ડ્રાય સ્કિન ધરાવતા લોકો માટે સુરક્ષિત અને અસરકારક છે.
સૌદર્ય નિખારે: એલોવેરાનો નિયમિત ઉપયોગ સ્કિનનો રંગ સુધારીને સૌદર્ય નિખારે છે. જે ડાર્ક સ્પોડ, ધબ્બા અને સન ટેનિંગને ઓછા કરવામાં મદદ કરે છે. જો બહાર નીકળતા પહેલા એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે તો સ્કિનને નેચરલી ગ્લો મળે છે.
નિષ્કર્ષ
તડકામાં જતા પહેલા એલોવેરા લગાવવી એક સરળ, નેચરલ અને અસરકાર રીત છે, જે સ્કિનને હાનિકારક કિરણોથી બચાવે છે અને સ્કિનનો નિખાર વધારે છે.