Toshakhana Case: પાકિસ્તાનની એક કોર્ટે બુધવારે તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ દંપતીને 10 વર્ષ માટે કોઈપણ જાહેર ઓફિસ રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને PKR 787 મિલિયનનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ ડૉનના અહેવાલમાં આ માહિતી શેર કરવામાં આવી છે.
સાઈફર કેસમાં ઈમરાન ખાનને થઈ છે 10 વર્ષની જેલ
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાનને ગઈકાલે સાઈફર કેસ (Ciper Case)માં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. રાવલપિંડીની અદિયાલા જેલમાં કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને આ નિર્ણય આપ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.