Nerve-chilling videos of Turkey-Syria Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 4,000ને વટાવી જતાં કાટમાળના પહાડોમાં ફસાયેલા લોકોની ચીસો સોમવારે આખી રાત ગુંજી ઉઠી હતી. સીરિયામાં મૃત્યુઆંક વધીને 1,444 થયો હતો અને તુર્કીમાં ઓછામાં ઓછા 2,379 માર્યા ગયા હતા. કાટમાળ નીચેથી વધુ જીવિત લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી હોવા છતાં વધારાના 14,483 લોકો ઘાયલ થયા હતા.
5 એવા વીડિયોઝ જે તમને હચમચાવી નાખશે
માણસ કેટલો પણ ટેક્નોલોજીથી અપડેટેડ ભલેને થઈ જાય, અંતે કુદરત સામે વામણો પુરવાર થાય છે. અત્યારે તુર્કી-સીરિયામાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જોઈને કઠણથી કઠણ હ્ર્દય ધરાવતો વ્યક્તિ પણ હચમચી જાય. એકલા તુર્કીમાં 5,600થી વધુ ઇમારતો અને ઉત્તર-પશ્ચિમ સીરિયામાં લગભગ 224થી વધુ ઇમારતો નાશ પામી હતી. નીચે જુઓ એવા જ 5 વીડિયોઝ.