Geeta Rao Gupta: યુએસ એમ્બેસેડર ગીતા રાવ ગુપ્તા એક સપ્તાહની ભારત મુલાકાતે, ગુજરાતમાં G20 એલાયન્સ કોન્ફરન્સમાં સામેલ થશે

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 02 Aug 2023 11:57 AM (IST)Updated: Wed 02 Aug 2023 11:57 AM (IST)
indian-american-geeta-rao-gupta-to-visit-to-india-to-attend-g20-ministerial-meeting-on-womens-empowerment-172790

Geeta Rao Gupta News: વૈશ્વિક મહિલા મુદ્દાઓ માટેની યુએસ એમ્બેસેડર ગીતા રાવ ગુપ્તા આઠ દિવસની ભારતની યાત્રા આવી રહી છે. ગીતા રાવ ગુપ્તા પોતાની આ યાત્રા દરમિયાન ગુજરાત, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેવાની છે.

ગીતા રાવ ગુપ્તા 1 થી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં મહિલાઓની આર્થિક પ્રતિનિધિત્વના સશક્તિકરણ અને સશક્તિકરણ માટે G20 એલાયન્સ કોન્ફરન્સમાં યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિત્વ કરશે. ગીતા રાવ ગુપ્તા 5 અને 6 ઓગસ્ટના રોજ મુંબઈમાં ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજના સભ્યોને મળીને લિંગ સમાનતા પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેસી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, યુએસ એમ્બેસેડર ગીતા રાવ ગુપ્તા અને ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી જેક્સન 7 ઓગસ્ટના રોજ બેંગલુરુમાં વી કનેક્ટ ઇન્ટરનેશનલ એશિયા પેસિફિક કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચશે. ગીતા રાવ ગુપ્તા બેંગલુરુમાં મહિલા નેતાઓ અને નાગરિક સમાજના સંગઠનોને મળીને ભારતમાં મહિલા અધિકારો અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટેની પહેલ અંગે ચર્ચા કરશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.