Imran Khan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો દાવો છે કે તેણે જેલમાં જ મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાને કહ્યું કે- તેણે ધીમું ઝેર આપવામાં આવી શકે છે. ઈમરાનનું માનવું છે કે- તેની સાથે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમકે તેણે દેશ છોડવાનો ઈનકાર કરી દીધો છે. ઈમરાને વધુમાં કહ્યું કે- જો કે હું મારો દેશ છોડવા માટે રાજી નથી, તેથી નિશ્ચિત રુપે તેના વિરોધીઓ માટે ખતરારુપ છું. તેઓ હું જેલમાં હોઈશ તે દરમિયાન જ મને મારવાનો પ્રયાસ કરશે. મને ધીમું ઝેર આપવાનો પ્રયાસ થઈ શકે છે.
પૂર્વ વડાપ્રધાનની અરજી કોર્ટે ફગાવી
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના પ્રમુખે કહ્યું કે- હાલ પૂરી રીતે સ્વસ્થ છું. જો નબળાઈને કારણે મારા શરીરમાં ફેરફાર થશે તો તે મને અનુભવાશે. પરંતુ તેઓ મારો જીવ લેવાનો બે વખત પ્રયાસ કરી ચુક્યા છે. એક્સ પર મુકવામાં આવેલી પોસ્ટ થકી ઈમરાન ખાને આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે પાકિસ્તાનની એક કોર્ટે રાજનાયિક દસ્તાવેજ મામલે તેમની જામીન અરજી અને FIR રદ કરવાનો અનુરોધ ફગાવી દીધો છે.
ઈમરાન ખાન ઓગસ્ટમાં FIA દ્વારા કરવામાં આવેલી FIR રદ કરવા અને આ મામલે જામીન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ ગયા હતા. મુખ્ય ન્યાયાધીશ આમિર ફારુકે સુનાવણી પછી પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો જેણે શુક્રવારે સંભળાવવામાં આવ્યો. આ મામલો માર્ચ 2022માં વોશિંગ્ટનમાં પાકિસ્તાની એમ્બેસી દ્વારા મોકલવામાં આવેલા એક દસ્તાવેજ અંગે છે જેણે ઈમરાન ખાને ગત વર્ષે એપ્રિલમાં તેમ કહેતા રાજનીતિક ઉદ્દેશ્યો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો કે આ તેમણે સત્તાથી ઉખેડવાની વિદેશી ષડયંત્રનો પુરાવો છે. ખાન અને કુરૈશીએ આરોપ સ્વીકાર્યા નથી. FIA દ્વારા 30 સપ્ટેમ્બરે ખાન તથા કુરૈશી વિરુદ્ધ આરોપપત્ર રજૂ કર્યા હતા. ઈસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે ગુરુવારે આ મામલે પોતાની દોષસિદ્ધિને પડકારનારી ખાનની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે ખાનને પહેલા 17 ઓક્ટોબરે દોષી જાહેર કર્યા હતા પરંતુ ઈમરાન ખાનના વકીલોએ આ અંગે આપત્તિ વ્યક્ત કરતા કહ્યું હતું કે- તેમણે આરોપપત્રની કોપી હજુ સુધી નથી સોંપાઈ.
ગુપ્ત દસ્તાવેજ કેસમાં દોષી
ગત વર્ષે માર્ચમાં વોશિંગ્ટનમાં દેશની એમ્બેસી દ્વારા મોકલવામાં આવેલા ગુપ્ત રાજનાયિક કેબલનો ખુલાસો કરવા માટે તેમના વિરુદ્ધ કેસ દાખલ થયા બાદ ઈમરાન ખાનની ઓગસ્ટમાં ધરપકડ કરાઈ હતી. પાકિસ્તાનની એક વિશેષ અદાલતે સોમવારે આ મામલે તેમના નજીકના સહયોગી અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની સાથે તેમણે પણ દોષી જાહેર કર્યા.
ઈમરાન ખાન સામે 150થી વધુ કેસ
ઈમરાન ખાનને એપ્રિલ 2022માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને સત્તા પરથી ઉખેડી ફેંકવામાં આવ્યા હતા. ઈસ્લામાબાદની એક કોર્ટે તેમણે તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ તેમણે આ વર્ષે 5 ઓગસ્ટ જેલમાં નાખવામાં આવ્યા હતા. તેઓ અટક જિલ્લા જેલમાં બંધ કરાયા. જે બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમની સજા પર રોક લગાવી હતી પરંતુ તેમણે ગુપ્ત દસ્તાવેજ લીક કરવાના કેસમાં ફરી પકડવામાં આવ્યા. જે બાદ અદિયાલા જેલ લઈ જવામાં આવ્યા. ગત વર્ષે એપ્રિલમાં સત્તાથી બહાર થયા બાદ ઈમરાન ખાન વિરુદ્ધ 150થી વધુ કેસ નોંધાયેલા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.