Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, સાઈફર કેસમાં કોર્ટનો ચુકાદો

By: Manan VayaEdited By: Manan Vaya Publish Date: Tue 30 Jan 2024 03:13 PM (IST)Updated: Tue 30 Jan 2024 03:23 PM (IST)
former-pakistan-prime-minister-imran-khan-shah-mahmood-qureshi-sentenced-to-10-years-in-jail-in-cipher-case-274984

Cipher Case: પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ઈમરાન ખાન (Imran Khan)ને મોટો ઝટકો લાગ્યો છે. ઈમરાન ખાનને સિફર કેસ (Ciper Case)માં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય શાહ મહમૂદ કુરેશીને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ પાકિસ્તાની મીડિયાને ટાંકીને કહ્યું કે પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાન અને પાર્ટીના નેતા શાહ મહેમૂદ કુરેશીને સાઇફર કેસમાં 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

વિશેષ અદાલતે ચુકાદો આપ્યો
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને સાઇફર કેસમાં 10-10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને આ નિર્ણય આપ્યો છે.

સાઈફર કેસ શું છે?
પાકિસ્તાનમાં એપ્રિલ 2022માં ઈમરાન ખાનની સરકારના પડ્યા બાદ, ઇમરાને દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેની સરકારને પાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ ષડયંત્ર વિશે તેમને અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને ગુપ્ત પત્ર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઈફર કહેવામાં આવે છે.

આ સાઈફર અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાન ખાન ગયા વર્ષે ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને જાહેર કર્યો હતો. ઈમરાને દાવો કર્યો હતો કે અમેરિકાના ઈશારે તેની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદાકીય રીતે આ પત્ર નેશનલ સિક્રેટ હોય છે, જે જાહેર સ્થળો પર બતાવી શકાતો નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.