Former Pakistan PM Imran Khan Charged In Cipher Case: પાકિસ્તાનની વિશેષ અદાલતે દેશના ગોપનીયતા કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત સાયફર કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. આ મામલામાં ઈમરાનની સાથે પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી સામે પણ આરોપો ઘડવામાં આવ્યા છે.
ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ
નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં ઇમરાને પાકિસ્તાન એમ્બેસી દ્વારા અમેરિકામાં મોકલવામાં આવેલ ગુપ્ત રાજદ્વારી કેબલ (સાઇફર) કથિત રીતે લીક કર્યો હતો. આ જ કેસમાં તેમના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો અને આ વર્ષે ઓગસ્ટમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાને આ દસ્તાવેજનો ઉપયોગ એ સૂચવવા માટે કર્યો હતો કે વિદેશી ષડયંત્રના પરિણામે તેમની સરકાર પડી ગઈ હતી.
#BREAKING
— Khaleej Times (@khaleejtimes) October 23, 2023
Former Pakistan PM Imran Khan indicted in cipher casehttps://t.co/FUo4yY1Dvu
ઇમરાન ખાને આરોપોને ફગાવ્યા
આ કેસની સુનાવણી રાવલપિંડીની અદિયાલા જેલમાં સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને કરી હતી. જોકે, ઈમરાન અને કુરેશીએ તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. તેઓ પોતાને નિર્દોષ કહી રહ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.