Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં મેઘમહેર, વલસાડના પારડીમાં 3.58 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 22 Aug 2025 10:06 AM (IST)Updated: Fri 22 Aug 2025 10:06 AM (IST)
weather-update-heavy-rain-in-gujarats-district-22-08-2025-589725
HIGHLIGHTS
  • ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે.
  • છેલ્લા 24 કલાકમાં 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.

Gujarat Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે. ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો નથી.

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • પારડીમાં 3.58 ઈંચ વરસાદ
  • ધરમપુરમાં 2.72 ઈંચ વરસાદ
  • ખેરગામમાં 2.13 ઈંચ વરસાદ
  • કપરાડામાં 2.05 ઈંચ વરસાદ
  • તલોદમાં 2.01 ઈંચ વરસાદ
  • વલસાડમાં 1.97 ઈંચ વરસાદ
  • ડાંગ-આહવામાં 1.77 ઈંચ વરસાદ
  • વાઘાઈમાં 1.73 ઈંચ વરસાદ
  • ધનસુરામાં 1.73 ઈંચ વરસાદ
  • ઉમરગામમાં 1.69 ઈંચ વરસાદ