Tariff on India: આજથી અમેરિકા દ્વારા ભારતીય સામાન પર 50% ટેરિફ લાગુ થશે. આનાથી ભારતમાંથી અમેરિકાને થતી લગભગ 66 ટકા નિકાસ પર અસર થશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અનુમાન મુજબ આ નિકાસ નાણાકીય વર્ષ 2025માં 86.5 અબજ ડોલરથી ઘટીને નાણાકીય વર્ષ 2026માં 49.6 અબજ ડોલર થઈ શકે છે.
ટેરિફથી આ ક્ષેત્રો થશે પ્રભાવિત
આ 50 ટકા ટેરિફથી ઓટો પાર્ટ્સ, ટેક્સટાઈલ્સ, વસ્ત્રો, રત્ન અને આભૂષણ, ઝીંગા અને ફર્નિચર જેવા ક્ષેત્રોને અસર થશે. અમેરિકા ભારતનો સૌથી મોટો આયાતકાર હોવાથી આ ટેરિફથી ભારતની GDP પર પણ અસર પડશે. 50 ટકા ટેરિફ ભારત માટે એક મોટો આંચકો છે. જે અમેરિકી શ્રમ-આધારિત બજારોમાં ભારતની લાંબા ગાળાની પકડને જોખમમાં મૂકશે અને મોટા પાયે બેરોજગારીનું જોખમ ઊભું કરશે.
પાકિસ્તાન અને ચીન જેવા દેશોને થશે ફાયદો
જોકે ભારતને થનારા આ નુકસાનથી ઘણા દેશોને ફાયદો થશે. વિયેતનામ, બાંગ્લાદેશ, કંબોડિયા અને તો વળી ચીન અને પાકિસ્તાન જેવા દેશોને ભારત પરના ઊંચા ટેરિફથી લાભ મળશે. આ દેશો પર ભારતની સરખામણીમાં ઓછા ટેરિફ દર લાગુ છે, જેથી અમેરિકી આયાતકારો આ દેશો તરફ જઈ શકે છે.
આ પણ વાંચો
પાકિસ્તાન પર 19 ટકા અને તુર્કી પર 15 ટકા ટેરિફ છે. અન્ય દેશો જેવા કે મ્યાનમાર પર 40 ટકા, થાઈલેન્ડ અને કંબોડિયા પર 36-36 ટકા, બાંગ્લાદેશ પર 35 ટકા, ઇન્ડોનેશિયા પર 32 ટકા, ચીન અને શ્રીલંકા પર 30-30 ટકા, મલેશિયા પર 25 ટકા અને ફિલિપાઈન્સ તથા વિયેતનામ બંને પર 20 ટકા અમેરિકી ટેરિફ દર લાગુ છે.મેક્સિકો, તુર્કી, નેપાળ, ગ્વાટેમાલા અને કેન્યા જેવા સ્પર્ધકોને પણ આનાથી ફાયદો થશે.