Surendranagar News: સુરેન્દ્રનગરના થાનગઢમાં ભરાતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં ચાર દિવસ સુધીમાં અંદાજીત પાંચ લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી છે. અને ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ગંગાજી કુંડમાં એક લાખ જેટલા ભક્તોએ સ્નાન કરીને ધન્યતા અનુભવી છે.
જાણો શું છે દંતકથા
ઋષી પંચમીના પાવન અવસર પર પચાસ હજાર ભક્તોએ કુંડમાં સ્નાન અને આચમન કર્યું હતું. માન્યતા એવી છે કે, આ દિવસે કુંડમાં ગંગાજીનું અવતરણ થાય છે. અહીં અસ્થિ વિસર્જન કરવાથી ગંગાજી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો
સુરક્ષા કરવામાં આવી
તરણેતર મેળામાં પ્રવાસન મંત્રી મુળુ બેરા અને જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ભોળાનાથની પૂજા-અર્ચના કરી હતી. સુરક્ષાની વાત કરવામાં આવે તો, 20 ફૂટ ઊંડા અને 20 ફૂટ પહોળા કુંડમાં 8 તરવૈયા તૈનાત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા બે ફાયર ફાઇટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.