Surat: સુરત શહેરમાં 76માં ગણતંત્ર દિવસ અને નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત પોલીસ દ્વારા ટ્રાફિક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાહન ચાલકોને હેલમેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોને લઈને લોકો જાગૃત થાય તે માટે પોલીસ દ્વારા અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે દરમ્યાન 76માં ગણતંત્ર દિવસ અને નેશનલ રોડ સેફ્ટી મંથ અંતગર્ત પોલીસ પરેડ ગ્રાઉન્ડની બહાર ટ્રાફિક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટોલમાં રાખેલા વિવિધ ટીવી સ્ક્રીન પર ટ્રાફિકને લગતા વિડિઓ અને પીપીટી લોકોએ નિહાળ્યા હતા અને બાદમાં હેલમેટ વગર વાહન ચલાવતા લોકોને વિના મૂલ્યે હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું હતું
પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને પોતે અને પોતાના પરિવારના સભ્યોને પણ હેલમેટ પહેરવા પ્રેરણા આપવા સમજ આપી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણી, સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને લોકોને હેલમેટ વિતરણ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી તેમજ આ કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક શાખા તરફથી બાળકોને ગિફ્ટ અને લોકોને આઇફોલો બેઝ લગાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લોકોને વાહન ચલાવતી વખતે ખાસ હેલમેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.