Surat Rain: સુરતમાં તાપી નદી બે કાંઠે વહી, ઉકાઈ ડેમમાંથી 95 હજાર કયુસેક પાણી છોડાયું

હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sat 30 Aug 2025 04:27 PM (IST)Updated: Sat 30 Aug 2025 04:27 PM (IST)
surat-rain-tapi-river-overflowing-ukai-dam-releases-water-594355

Surat News: ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પરિણામે સુરતમાં તાપીમાં નવા નીરની આવક થતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે હાલમાં ઓવરફલો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પરિણામે સુરતમાં તાપીમાં નવા નીરની આવક થતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ સુરત શહેરમાં આવેલો કોઝવે ઓવરફલો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને અને આજે બપોરે 12 કલાકે કોઝવેની સપાટી 8.41 મીટર નોંધાઈ હતી. કોઝવે ઓવરફલો થયો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી

  • ઉકાઈ ડેમની સપાટી :- 335.93 ફૂટ
  • ઇનફલો :- 95575 કયુસેક
  • આઉટફલો :- 95575 કયુસેક

આજે બપોરે 2 વાગ્યા સુધી સુરત જિલ્લામાં નોંધાયેલો વરસાદ

આજે બપોરે બે વાગ્યા સુધી સુરત જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગતો જોઇએ તો ઉમરપાડામાં 3.2 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, બારડોલીમાં 2.3 ઇંચ, ઓલપાડમાં 2 ઇંચ, કામરેજમાં 1.8 ઇંચ, મહુવામાં 1.7 ઇંચ, પલસાણામાં 24 મિ.મી., સુરત શહેરમાં 24 મિ.મી, માંગરોળમાં 20 મિ.મી., ચોર્યાસીમાં 12 મિ.મી. વરસાદ વરસ્યો છે.

5 સપ્ટેમબર સુધીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2025 દરમિયાન સુરતમાં વિવિધ સ્તરનો વરસાદ થવાની સંભાવના છે. 30 ઓગસ્ટના રોજ સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. 31 ઓગસ્ટના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે. 1 સપ્ટેમ્બરના રોજ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 2 સપ્ટેમ્બરના રોજ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. 3 સપ્ટેમ્બરના રોજ સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. 4 સપ્ટેમ્બરના રોજ સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. 5 સપ્ટેમ્બરના રોજ સુરતમાં ભારે વરસાદ થઇ શકે છે.