Surat: સુરતના રાંદેર હેલ્થ સેન્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં સગર્ભા મહિલાઓના ચેકઅપ સ્થાને એક નર્સની જગ્યાએ એક સફાઈ કામદાર મહીલા બેઠી હતી. જે સગર્ભા મહિલાઓના બ્લડપ્રેશર અને વજન સહિતનું ચેકઅપ કરે છે. આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે.
આ વીડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે, આપણે અત્યારે રાંદેર હેલ્થ સેન્ટરમાં છીએ. સ્ટ્રેચર માંગ્યું હતું પણ સ્ટ્રેચર આવ્યું નથી. જે બાદ તે વ્યક્તિ સફાઈ કામદાર મહિલાને પૂછે કે, તમે અહિયાં કેમ બેઠા છો? તો સફાઈ કામદાર મહિલા કહે છે કે, સિસ્ટર કામમાં છે. સિસ્ટર નીચે કેસ પેપરની એન્ટ્રી કરે છે. જે બાદ વીડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે, તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહી, તો સફાઈ કામદાર મહિલા કહે છે કે અમે બીપી અને વજન જ કરીએ છીએ. આથી વીડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે, તમારા સુપર વાઈઝર ને બોલાવો તો સફાઈ કામદાર મહિલા વીડિયો બંધ કરવાનું કહે છે.
HIV Risk: આવા 4 લોકોને રહે છે HIV થવાનો સૌથી વધુ ખતરો, આ બાબતોનું ધ્યાન રાખશો તો ગંભીર બીમારીથી બચી જશો
વીડિયો ઉતારનાર વ્યક્તિ કહે છે કે, સગર્ભા સ્ત્રીઓ અહી આવતી હોય છે અને જે જગ્યા પર નર્સ હોવી જોઈએ, ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે. સગર્ભા મહિલાઓની જે ડિટેઈલ લખવાની હોય, ત્યાં નર્સ હોવી જોઈએ ત્યાં સફાઈ કામદાર બેન બેસેલા છે. મહિલાઓની ડીટેલ લખવામાં કોઈ પ્રોબ્લેમ થાય તો જવાબદારી કોની ? આ વિડીયોના માધ્યમથી નાયબ આરોગ્ય અધિકારીને હું વિનંતી કરીશ કે તમે તસ્દી લેજો. સુરત પોલીસ કમિશ્નરને પણ હું વિનંતી કરીશ કે આ બેનની સામે પગલા લેવામાં આવે.
આ પણ વાંચો
શેખ મોહમ્મદ સોહિલએ જણાવ્યું હતું કે, હું રાંદેર વિસ્તારનો રહેવાસી છું અને ગતરોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી, તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહી, તે દરમ્યાન અમારા વીડિયોની અંદર જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય તે જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભા સ્ત્રીનું બીપી અને વજન ચેક કરતા હતા અને તેમની હાઈટ ચેક કરતા હતા જે તદન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે. તેની અંદર કઈ ખોટું લખાય જાય તો એ ખોટાના કારણે ડોક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવને જોખમ આવે, એક માતા અને બીજા તેના પેટમાં રહેલા બાળકને એટલે કે લોકોના જીવ જોખમમાં છે.
વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઈટેરીયા 8 પાસ રાખેલો હોય એ કામ GNM ANM કરેલા લોકોનું કરતા હોય, તો લોકોના જીવ જોખમમાં હોય એવું મારું માનવું છે. અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઇ એમણે જણાવ્યું હતું કે, આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પ માટે બેસાડ્યા છે. જો કે વીડિયોમાં જોઈ શકાય છે તે તદન જુદી વાત છે. આજે પણ એ સફાઈ કામદાર મહિલા એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે. તે જાતે હું હમણાં જોઇને આવ્યો છું.