Ahmedabad Student Stabbing: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થિની હત્યાના પડઘા સુરતમાં પડ્યા, સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક માર્ગદર્શિકા કરી જાહેર

સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 22 Aug 2025 03:30 PM (IST)Updated: Fri 22 Aug 2025 03:30 PM (IST)
ahmedabad-student-stabbing-case-echoes-in-surat-deo-issues-guidelines-589898
HIGHLIGHTS
  • આ પગલાંનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે.
  • ડીઈઓના આદેશના પગલે આજે શહેરમાં આવેલી વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

Ahmedabad Student Stabbing Case: અમાવાદમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરવાની ઘટનાના પડધા સુરત શહેરમાં પણ પડ્યા છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે. ડીઈઓના આદેશના પગલે આજે શહેરમાં આવેલી વિદ્યાર્થીઓના બેગ ચેક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા શિક્ષણાધીકારી કચેરીથી આ પરિપત્ર જાહેર કરાયો

શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જરૂરી પગલા લેવાના રહેશે. જે અન્વયે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવી. આ સમિતિની સંખ્યા વિદ્યાર્થીઓની સંખ્યાને આધીન રાખવાની રહેશે. આ શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી/વર્ગના મોનીટર/જી.એસ. સભ્ય રહેશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં, રિશેષ સમયે રમત-ગમતના મેદાનમાં અને શાળામાં આવવા-જવાના સમયે સલામતી જાળવવાની કાર્યવાહી કરવાની રહેશે તેમજ શિક્ષકની ગેરહાજરી સબબ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા બેસી ન રહેતા તેઓને સહઅભ્યાસિક પ્રવૃતિમાં જોડવાના રહેશે. આમ વિદ્યાર્થીઓ નિર્ભયપૂર્ણ વાતાવરણમાં શિક્ષણકાર્ય મેળવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. શાળાના આચાર્ય અને શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપ શાળામાં આવનાર બાળકની સલામતી જાળવવા પ્રાથમિકતા આપવાની રહેશે.

વધુંમાં જણાવવાનું કે શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક અનિચ્છનિય ઘટના ન બને તે જોવાની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી પણ કરવાની રહેશે તથા બાળકો શાળાએ આવે તે પહેલા વાલીઓને વિદ્યાર્થીઓના બેગની ચકાસણી કરી શાળાએ મોકલવા તેવી સૂચના વાલીમીટીંગમાં આપવાની રહેશે તેમજ શાળામાં બનતી અસાધારણ ઘટનાની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અને યોગ્ય પગલાં સત્વરે લેવાના રહેશે. સૂચનાનું પાલન અત્રેની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓએ ચૂસ્તપણે કરવાનું રહેશે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે શું કહ્યું

સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે સુરત શહેર અને જિલ્લાની શાળાઓ માટે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ એક પરિપત્ર બાહર પાડવામાં આવ્યો છે, જે શાળાની અંદર આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થી અને વાલીઓને તકેદારીના ભાગરૂપે એની અંદર તમામ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્કુલ સેફટી પોલીસી ૨૦૧૬ને ધ્યાનમાં રાખી આ પત્ર બહાર પાડવામાં આવ્યો છે. તમામ શાળાઓને તાકીદ કરી છે કે આકસ્મિક રીતે તમામ શાળાઓની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓની સ્કુલ બેગ ચેક કરવી જેથી કરીને ખ્યાલ આવી શકે કે કોઈ વિદ્યાર્થીના બેગની અંદર કોઈ અનિચ્છનીય વસ્તુ નથી એ બાબતની તકેદારી રાખવા જણાવ્યું છે આ ઉપરાંત વાલી મીટીંગ થતી હોય ત્યારે વાલીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવે કે વિદ્યાર્થીઓ જયારે શાળાએ આવે છે ત્યારે શાળાની અંદર આવતા પહેલા સ્કુલ બેગની પણ ચકાસણી કરવી, જો વિધાર્થીના સ્કુલ બેગની અંદર આવી કોઈ પણ વસ્તુ જાણવા મળશે તો વાલી અને વિદ્યાર્થીનું સાયકોલોજી પાસે કાઉન્સલિંગ પણ કરવામાં આવશે આ ઉપરાંત જો બાળકમાં સુધારો નહી દેખાય તો શાળાની અંદરથી વિદ્યાર્થીને એલસી આપી દેવા સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની પણ સુચના આપવામાં આ

સંકુલ નિયામક મહેશભાઈ પટેલએ જણાવ્યું સમગ્ર શિક્ષણ જગત અત્યારે ખુબ ચિંતામાં

વિધાકુલ સંકુલ નિયામક મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે અમદાવાદમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર શૈક્ષણિક સાધનથી ઘાતક હુમલો કર્યો અને વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે ત્યારે એ ખુબ જ દુખદ ઘટના છે અમે તેને વખોડીએ છીએ અને શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ, સમગ્ર શિક્ષણ જગત અત્યારે ખુબ ચિંતામાં છે અને આનાથી ખુબ દુઃખી છે ત્યારે જિલ્લા શીક્ષણાધીકારી તરફથી જે આદેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીની બેગ ચેક કરવી અને શિસ્ત સમિતિની રચના કરવી ત્યારે આજે અમે દરેક વિદ્યાર્થીની બેગ ચેક કરી છે, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પોતાના શૈક્ષણિક સાધનો જેવી કે ફૂટપટ્ટી, પરિકલ છે કંપાસના સાધનો છે એ ગણિત વિજ્ઞાન માટે જરૂરી હોય છે અને તેઓ લઈને આવતા હોય છે ત્યારે તેનો ખોટો ઉપયોગ ના કરે,

વધુમાં જણાવ્યું હતું કે આજકાલ વિદ્યાર્થીઓ ગુસ્સો વધી રહ્યો છે પોતાના સાથી મિત્રો સાથે સહેજ પણ કઈ અણબનાવ થાય અથવા તો હાથ પણ લાગી જાય તો એ વિદ્યાર્થી ગુસ્સે થઇ જાય છે અને બદલાની ભાવનાથી જુએ છે અને તેની પર બદલો લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે આવા સાધનોનો ઉપયોગ ખોટી રીતે ના કરે એ માટે અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ કે તમારો ગુસ્સો કંટ્રોલ કરો અને આવા વિદ્યાર્થીઓ જો જણાય કે જે વધારે પડતો ગુસ્સો કરે છે, હાઈપર છે બીજાને ધમકી આપતો હોય તો તેને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ એના માટે કાઉન્સીલર પણ રાખ્યા છે. તેના વાલીઓને બોલાવીને વિદ્યાર્થી સાથે તેનું કાઉન્સલિંગ કરીએ છીએ.

આગામી સમયમાં વધારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આવા કિસ્સાઓ માત્ર અમદાવાદની સેવન્થ ડે માં નથી બન્યા, આવી નાની મોટી ધમકીઓ દરેક સ્કુલમાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આપતા હોય છે અને એ ધમકી વખતે જો આવું હથીયાર એ વિદ્યાર્થીના હાથમાં આવી જાય તો અમદાવાદ જેવી ઘટના બીજી વાર બનતા બનતા સહેજ પણ કોઈ રોકી શકે નહી, એટલે હવે સાવચેત રહેવાની જરૂર છે વાલીઓએ પણ ખુબ સાવચેત રહેવાની જરૂર છે, પોતાના બાળકોના દફતરમાં જે કઈ સાધનો છે અને તે શૈક્ષણિક હોય અને તેનો સદઉપયોગ કરે એવો ખાસ પ્રયત્ન કરવો જોઈએ એવી સમજણ કેળવવી જોઈએ