Ahmedabad News: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગાઝાના પીડિત નાગરિક તરીકે ઢોંગ કરીને મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી સિરિયન ગેંગને ઝડપી લીધી છે. પોલીસે અલી મેઘાત અલઝહેર નામના એક સિરિયન નાગરિકની ધરપકડ કરી છે. જે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પૈસાનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કરતો હતો.
મળતી માહિતી મુજબ, આ પ્રકરણમાં અલીના ત્રણ સાથીઓ પોલીસ કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે જણાવ્યા આપેલી પ્રાથમિક માહિતી મુજબ, આ પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આ ગેંગના સભ્યો વિઝાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ છે.
પોલીસે વધુમાં જણાવ્યા મુજબ, એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કયા હેતુ માટે થઈ રહ્યો છે, તે બાબતની તપાસ ચાલુ છે. આ કેસની તપાસ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ કરી રહી છે. પકડાયેલા અલીને ડિટેન કરી બ્લેકલિસ્ટ કરવા અને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.