Navsari Rain News: નવસારીમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં આજે ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં નવસારીમાં 10 મીમી, જલાલપોરમાં 8 મિમી, ગણદેવીમાં 15 મિમી, ચીખલીમાં 14 મિમી, વાંસદામાં 22 મીમી, ખેરગામમાં 52 મીમી, આહવામાં 11 મીમી, સાપુતારામાં 9 મીમી, વઘઇમાં 18 મીમી, સુબીરમાં 11 મીમી, મહુવામાં 6 મીમી, વાલોડમાં 1 મીમી અને ડોલવણમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો.