Sabarkantha: ઈડરમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા કુંવારી માતા બની, પેટમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ થતાં બાળકને જન્મ આપ્યો

પીરિયડ પણ મિસ થઈ જતા અને પેટમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા. જ્યા સોનોગ્રાફી કરાવ્યા બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 20 Jul 2025 07:12 PM (IST)Updated: Sun 20 Jul 2025 07:12 PM (IST)
sabarkantha-news-teenage-rape-victim-give-birth-to-child-in-hospital-570081
HIGHLIGHTS
  • ઈડર પોલીસે ગુનો નોંધી બે હવસખોરને જેલમાં ધકેલ્યા
  • સાપાવાડાના ગેસ્ટહાઉસમાં 5 કલાક ગોંધી રાખી સબંધ બાંધ્યા

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોધમજી ગામમાં દુષ્કર્મનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં પેટમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે સગીરાના પિતાએ ગામના જ બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને હવસખોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

મન્ચુરિયન ખાવાથી પેટમાં ગરબડ થયાનું રટણ
આજથી બે દિવસ પહેલા ગોધમજી ગામમાં રહેતી 14 વર્ષીય સગીરા રાત્રે વારંવાર ટૉઈલેટ જતી હતી. આથી પરિવારે પૂછતાં તેણીએ રાતે મન્ચુરિયન ખાધુ હોવાથી પેટમાં ગરબડ થઈ હોવાનું જણાવ્યું હતુ. જો કે સવાર પડતાં જ સગીરાને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. બીજી તરફ સગીરાને માસિક પણ મિસ થયું હોવાથી તેના કારણે જ પેટમાં દુખતું હોવાનું માનીને પરિવારના સભ્યો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે સગીરાની સોનોગ્રાફી કરાવી હતી, જેના રિપોર્ટમાં તે સગર્ભા હોવાનું ખુલતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. આ દરમિયાન બપોરે 12 વાગ્યાની આસપાસ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. માતાએ પૂછપરછ કરતા સગીરાએ ગામના જ બે યુવકોના નામ આપ્યા હતા.

સગીરાએ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, આજથી એક વર્ષ અગાઉ ગોધમજી વસાહતમાં રહેતા દર્શન સુતરિયાએ ધમકી આપીને અવાવરું જગ્યાએ લઈ જઈને બે વાર દુષ્કર્મ આચર્યું હતુ. જ્યારે આજથી 6 મહિના પહેલા ગામનો કમલેશ રાઠોડ પોતાને લલચાવી ફોસલાવીને સાપાવાડા ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો, ત્યાં તેણે 5 કલાક સુધી પોતાને ગોંધી રાખીને બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતુ.

હાલ તો સગીરાના પિતાની ફરિયાદના આધારે ઈડર પોલીસે દર્શન સુતરિયા અને કમલેશ રાઠોડ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને બન્નેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.