Rajkot: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક રહેતી સગીરાને સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અમનખાન પઠાણ, તેના પિતા રાશીદખાન સહિત 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, અમનખાન પઠાણે ઈન્સ્ટાગ્રામ મારફતે ફરિયાદીની 17 વર્ષની પુત્રીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ગઈકાલે સગીરા તેની બહેનપણી સાથે રેસકોર્સથી નાસ્તો કરીને પરત ફરી રહી હતી, ત્યારે હનુમાન મઢી નજીક અમનખાન અને તેના પિતા રાશીદ ખાને તેને આંતરી હતી. જે બાદ સગીરાનું બાઈક પર અપહરણ કરીને તેના ઘરે લઈ જવામાં આવી હતી.
જ્યાં રાશીદખાને 'તું પહેરવાના કપડા અને 20 હજાર રૂપિયા લઈને આવ, તારા લગ્ન મારા દીકરા સાથે કરાવવાના છે'- કહી ઘરે મોકલી હતી. જેથી સગીરાએ આ બાબતે માતાને જાણ કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે અમનખાન અને તેના પિતા સહિત અજાણ્યા ઈસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.