Gujarat News Today Live: રાજકોટ-ભાવનગર નેશનલ હાઇવે પરના બિસ્માર રસ્તાને કારણે આજે સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં 'રસ્તા રોકો' આંદોલન કરવામાં આવ્યું હતું. રૂપિયા ૨૭ કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ચાર મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં કામ શરૂ ન થતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

રાજકોટ-ભાવનગર નેશનલ હાઇવે પરના બિસ્માર રસ્તાને કારણે આજે સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં 'રસ્તા રોકો' આંદોલન કરવામાં આવ્યું હતું. રૂપિયા ૨૭ કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ચાર મહિના પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં કામ શરૂ ન થતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવકને માર મારવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. પંચાયતના મહિલા સભ્યો અને ગામની મહિલાઓએ ભેગા મળીને યુવકને ઢોર માર માર્યો હતો. બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
વડોદરામાં સોમવારની મોડી રાતે પાણીગેટથી માંડવી જતાં માર્ગ પર નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના મદાર માર્કેટ પાસે બની હતી, જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું. પ્રારંભિક કાર્યવાહી દરમિયાન સૂફીયાન અને સહેજાદ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી.
ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારે 7 વાગ્યે જાહેર કરવામાં આવેલા નૉકાસ્ટ મુજબ, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છમાં મધ્યમ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, આજે અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. અમદાવાદમાં, તેઓ ઓગણજ અને વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે, રાણીપ અને સ્ટેડિયમ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાગ લેશે, ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજન કરશે, અને ટોરેન્ટ ગ્રુપ-UNM ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત સરદાર બાગનું લોકાર્પણ કરશે. તેઓ ઘાટલોડિયા વોર્ડમાં સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ગાંધીનગરમાં, તેઓ સાંજે DIAL 112 અંતર્ગત શરૂ થઈ રહેલ "જનરક્ષક પ્રોજેક્ટ"ના લોકાર્પણ પ્રસંગે હાજરી આપશે.