Coaching Sahay Yojana Gujarat 2025-26: જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે કોચિંગ સહાય યોજના હેઠળ આજથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર, 2025 છે અને અરજીની હાર્ડકોપી જિલ્લા કચેરીએ 31 ઓક્ટોબર, 2025 સુધીમાં જમા કરાવવાની રહેશે. યોજના સંબંધિત કેટલીક મહત્વની વિગતો આવો જાણીએ.
યોજનાની વિગતો
આ યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રોત્સાહન સહાય, NEET, JEE, GUJCET જેવી પરીક્ષાઓ માટે કોચિંગ સહાય, અને IIM, CEPT, NIFT, NLU જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિદેશ જવા માટે IELTS, TOFEL, GRE જેવી પરીક્ષાની તૈયારી માટે કોચિંગ સહાય ઉપલબ્ધ છે.
કોચિંગ સહાય યોજના: ઓનલાઈન અરજી માટેની જાહેરાત
— Social Justice & Empowerment Department, GoG (@SJEDGujarat) August 31, 2025
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ત્રણ કોચિંગ સહાય યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી કરવા માટે https://t.co/vQQktxXqzs પોર્ટલની મુલાકાત લો.@Bhupendrapbjp @CMOGuj @InfoGujarat@BhanubenMLA… pic.twitter.com/ObqPoUGnfe
આ યોજનામાં ત્રણ પ્રકારની સહાય મળવાપાત્ર
- સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-1, 2 અને 3)ની તૈયારી માટે રૂ. 20 હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી, જે ઓછું હોય તે.
- NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની તૈયારી માટે રૂ. 20 હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી, જે ઓછું હોય તે.
- IIM, CEPT, NIFT, NLU અને વિદેશ અભ્યાસ માટે IELTS, TOFEL, GRE જેવી પરીક્ષાની તૈયારી માટે રૂ. 20 હજાર.
અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર, 2025 છે, જે 1 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થઈ ગઈ છે. અરજી કર્યા બાદ, અરજી અને જરૂરી દસ્તાવેજો જિલ્લા કચેરીએ 31 ઓક્ટોબર, 2025 સુધીમાં જમા કરાવવાના રહેશે.
અન્ય મહત્વપૂર્ણ માહિતી
ઓનલાઈન અરજી કર્યાની તારીખથી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં કોચિંગ ચાલુ હોવું જરૂરી છે. નિયત સમય મર્યાદામાં આવેલી અરજીઓની મંજુરી બજેટની જોગવાઈ અને નિયમોનુસાર અગ્રતાક્રમમાં કરવામાં આવશે. વધુ માહિતી માટે, ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ [https://esamajkalyan.gujarat.gov.in](https://esamajkalyan.gujarat.gov.in) ની મુલાકાત લઈ શકો છો