Gujarat News Today Live: સુપ્રીમ કોર્ટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હાઇકોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી બાદ આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ હાઇકોર્ટના હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી અપીલની સુનાવણી બાદ આપવામાં આવ્યો છે.
મોરબીના વાછકપર ગામમાં પતિ અને પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ માતા અને બે સંતાનોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં ત્રણેયને સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણમાં લાલજી મકવાણાની હત્યા કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. વ્યાજના પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે. વિરનગર-કનેસરા રોડ નજીક ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આરોપીઓ પકડાયા બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમયાત્રા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં એક દિવ્યાંગ વ્યક્તિ પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બુરખો પહેરીને આવેલા અજાણ્યા વ્યક્તિએ આ હુમલો કર્યો હતો, જેમાં ચોરી અને લૂંટ કરવાનો પ્રયાસ થયો હતો.
વડોદરા શહેરમાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. તારસાલીના દિવાળીપુરા સ્લમ ક્વાર્ટરમાં શ્રીજીની પંડાલ પાસે અજાણ્યા તત્વો દ્વારા કાંકરીચારો કરાયો હોવાના આક્ષેપ થયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું.