Rajkot: હાર્દિકસિંહને સાથે રાખી રીબડા પેટ્રોલ પંપ ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, બે વખત ફાયરિંગમાં નિષ્ફળ જતાં ત્રીજી વખત ભડાકા કર્યાં

ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં હવાલો લેનાર રાજદિપસિંહ અને પીન્ટુ ખાટડી સામે બદલો લેવા સોપારી અપાઈ હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 21 Aug 2025 06:26 PM (IST)Updated: Thu 21 Aug 2025 06:26 PM (IST)
rajkot-news-ribada-petrol-pump-firing-case-reconstruction-with-accused-hardiksinh-jadeja-589429
HIGHLIGHTS
  • હાર્દિકસિંહ રાજકોટના બુકી રાજુ રુપમના પુત્ર સાથે અભ્યાસ કરતો હતો
  • રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીએ હાર્દિકસિંહ પર હુમલો કરાવ્યો હતો

Rajkot: રીબડામાં પેટ્રોલપંપ ઉપર ગત તા 24 જુલાઈના રોજ ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ આજે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમા આજથી 7 વર્ષ પહેલા ક્રિકેટ સટ્ટાના ડખ્ખામાં બુકી પુત્ર સાથે થયેલા ઝઘડામાં રાજદીપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીએ હવાલો લઈ ઝઘડો કર્યો હતો. જેથી બદલો લેવા બન્ને ઉપર ફાયરિંગનું કાવતરું ઘડ્યું હતુ.

જો કે બે વખત ફાયરિંગમાં નિષ્ફળતા મળતા આખરે સોપારી આપી 24 જુલાઈના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર શાર્પશૂટરો મારફતે ફાયરિંગ કરાવ્યું હતુ.

મૂળ જામકંડોરણાના અડવાળના વતની અને રાજકોટની યુનિવર્સિટી રોડ પરની ભીડભંજન સોસાયટીમાં રહેતો હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રાજકોટના બુકી રાજુ રૂપમના પુત્ર જય પોપટ સાથે અભ્યાસ કરતો હતો. જેને કારણે બંને મિત્રો પણ હતા.

સાતેક વર્ષ પહેલાં 2018ની સાલમાં બંને વચ્ચે ક્રિકેટના સટ્ટા બાબતે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ મામલે જય પોપટે રીબડાના રાજદિપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીને વાત કરતા જય પોપટ સાથે રાજદીપસિંહ અને પીન્ટુ ખાટડીએ તેને 150 ફૂટ રિંગ રોડ પર સમાધાનના બહાને બોલાવી રાજકોટના એક ફાર્મ હાઉસે લઇ જઈ મારકૂટ કરી હતી.

આ ઉપરાંત બીજા દિવસે હાર્દિકસિંહ ઉપર હૂમલો પણ થયો હતો. જે હુમલો થયો હતો જે અંગે અંગે તેણે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ હુમલો રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડીએ કરાવ્યાની હાર્દિકસિંહને પાકી ખાતરી હતી. જે કારણથી હાર્દિકસિંહ રોષે ભરાયો હતો. જે બાદ રીબડાના રાજદીપસિંહ અને રાજકોટમાં પિન્ટુ ખાટડી સામે બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો.


બન્ને ઉપર ફાયરિંગ કરાવવા તેણે ભાડૂતીમારાઓને બે વખત મોકલ્યા હતા પણ બન્ને વખત યોજના પણ નિષ્ફળ ગઈ હતી. આખરે તેણે આગ્રાની હોટલમાં કાવતરું રચી યુપીના આગ્રા ખાતે રહેતો બિપીનકુમાર અને વિરેન્દ્રસિંહ જાટ , અભિષેકકુમાર પવનકુમાર જીંદાલ, પ્રાન્સુકુમાર અગ્રાવાલ અને અમદાવાદના નામચીન ઈરફાન મહમદ રઈશને સોપારી આપી હતી.

પોલીસે જણાવ્યું કે, રાજદિપસિંહ અને પિન્ટુ ઉપર ફાયરિંગની યોજના વખતે અલગ-અલગ ભાડુતી આરોપીઓ હતા. જયારે પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ વખતે અલગ આરોપીઓ હતા. ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.આઈ એ.ડી.પરમાર સાથે પીએસઆઈ આર.જે.જાડેજા અને તેમની ટીમ આ મામલે વધુ તપાસ શરુ કરી છે.