Navsari: અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયાર બતાવી આંગડીયા પેઢીમાં ધાડ પાડી 53 લાખની લૂંટ કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયો હતો. આ આરોપીને નવસારી એલસીબી પોલીસની ટીમે તમિલનાડુના ચેન્નાઈ શહેર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2022માં હથિયાર બતાવી આંગડીયા પેઢીમાં ધાડ પાડી 53 લાખની લૂંટ કરનાર આરોપી ઈશ્વરસિંહ લાલસિંહ ચૌહાણ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થઇ ગયો હતો. આ આરોપી તમિલનાડુના ચેન્નાઈ ખાતે પરીયાર વેજીટેબલ માર્કેટ પાસે કરિયાણાની દુકાન ચલાવતો હોવાની માહિતી નવસારી એલસીબી પોલીસને મળી હતી જેથી નવસારી એલસીબી પોલીસની ટીમ તપાસ અર્થે ત્યાં ગઈ હતી.
નવસારી એલસીબી પોલીસની ટીમે આરોપી ઈશ્વરસિંહ લાલસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે. વધુમાં એક વર્ષ અગાઉ આ જ ગુનાના અન્ય આરોપી પ્રવિણસિંહ ભાયલને પણ નવસારી LCB પોલીસે ટ્રેનમાંથી પકડી પાડ્યો હતો.