Rajkot News: મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડી રાત્રે જૂનાગઢથી સુરત જતી બસો જૂના માર્કેટિંગ યાર્ડ પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક અસામાજિક તત્વોએ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ પથ્થરમારામાં એક બસના ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે તપાર શરુ કરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પથ્થરમારાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.