Kutiyana Election Result 2025: પોરબંદર જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. કુતિયાણા નગરપાલિકામાં 59.83% અને રાણાવાવમાં 50.19% મતદાન નોંધાયું હતું. આજે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં કુતિયાણા નગરપાલિકાની કુલ 24 બેઠકમાંથી 14 બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે ભાજપે 10 બેઠક પર જીત મેળવી છે.
કુતિયાણા નગરપાલિકામાં જીત મળ્યા બાદ કાના જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, અમારો જીતવાનો કારણ તો રાણાવાવ કુતિયાણાના મતદારો, જેને અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું જેવી રાણાઓની કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ.
કાના જાડેજાએ જીતનો શ્રેય પ્રજાને કુતિયાણાની જનતાને, મોટા ભાઈ કાંધલભાઈ અને હિરલ કાકીને આપ્યો છે. એ જીત માટે મારા કાંધલભાઈના કામો અને મારો મારી ઉપર વિશ્વાસ જનતાનો. હું આટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ.