ભાદરવી પૂનમનો મહામેળોઃ અંબાજીમાં મહામેળાનું સમાપન, 45 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, મંદિરને 6.89 કરોડની આવક

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 29 Sep 2023 07:19 PM (IST)Updated: Fri 29 Sep 2023 08:00 PM (IST)
ambaji-bhadarvi-poonam-2023-over-45-lakh-devotees-come-to-the-temple-in-seven-days-205116

Ambaji Bhadarvi Poonam 2023: અંબાજી મેળાનું આજે ભાદરવી પૂનમના દિવસે તા. 29 સપ્ટેમ્બરના રોજ સમાપન થયું છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં લાખો માઇભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. મેળામાં 39 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા છે. આ 6 દિવસમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 5.70 કરોડની આવક થઇ છે.

ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે 29 સપ્ટેમ્બરના રોજ 6.18 લાખ ભક્તો ઉમટ્યા હતા. 79,480 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. 3.32 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટની વહેચણી કરવામાં આવી છે. 15 હજાર ચીખી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. 38,10,554ની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક છે. તેમજ 81,46,031 લાખની પ્રસાદ વિતરણની આવક મળી કુલ 1,19,56,585 રૂપિયાની આવક ટ્રસ્ટને થઇ છે. 520 ગ્રામ સોનાની આવક થઇ છે. આજે 6 હજારથી વધુ દર્દીઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાની ટૂંકી વિગત અહી કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

ભાદરવી પૂનમ મેળોમાં કુલ દર્શનાર્થી અને કુલ આવકની વિગત (23થી 29 સપ્ટેમ્બર)
યાત્રિકોની સંખ્યા(અંદાજીત)45,54,105
ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા3,73,161
પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા18,41,481
ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા71,452
ભંડાર ,ધાર્મિક સાહિત્ય કેન્દ્ર સહિતની આવક2,27,93,247
પ્રસાદ વિતરણની આવક4,61,79,309
કુલ આવક6,89,72,556
સોનાની આવક ( ગ્રામ )520 GRM
બસમાં મુસાફરી કરેલ યાત્રાળુઓની સંખ્યા8,72,783
બસની કુલ ટ્રીપો17,002
ઉડનખટોલાના યાત્રાળુઓની સંખ્યા56,139
ધજા રોહણ3,377
સારવાર લીધેલ દર્દીઓની સંખ્યા1,15,381