Ambaji Melo 2025: અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર, શ્રદ્ધાળુઓ માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ, જાણો પ્રોસેસ

જિલ્લા કલેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 24 Aug 2025 02:43 PM (IST)Updated: Sun 24 Aug 2025 02:43 PM (IST)
parking-worries-at-ambaji-maha-mela-are-now-gone-free-parking-facility-available-online-for-devotees-know-the-process-590955
HIGHLIGHTS
  • ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે.

Ambaji Melo 2025: શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી "Show my Parking" એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં "અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો 2025" ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. આ વિગતો ભરીને "Book" પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ 2025 ભાદરવી પૂનમ મહામેળામાં શ્રદ્ધાળુઓને વાહન પાર્કિગની કોઈપણ સમસ્યા ઉભી ના થાય તેના માટે આ વિશેષ ઑનલાઇન વ્યવસ્થા ઊભી કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.