Ambaji Bhadarvi Poonam 2023: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજદિન સુધીમાં લાખો માઇભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. છ દિવસમાં મેળામાં 39 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા છે. આ 6 દિવસમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને 5.70 કરોડની આવક થઇ છે.
28 સપ્ટેમ્બરે મેળાના છઠ્ઠા દિવસે 8.89 લાખ ભક્તો ઉમટ્યા હતા. 73,641 ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો છે. 2.47 લાખથી વધુ પ્રસાદ વિતરણ પેકેટની વહેચણી કરવામાં આવી છે. 9 હજાર ચીખી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આજે મેળાના ચોથા દિવસે રૂ. 36,21,631 ની ભંડાર, ગાદી ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્રની આવક છે. તેમજ 65,26,394 લાખની પ્રસાદ વિતરણની આવક મળી કુલ 1,01,48,025 રૂપિયાની આવક ટ્રસ્ટને થઇ છે. 200 ગ્રામ સોનાની આવક થઇ છે. આજે 19 હજારથી વધુ દર્દીઓની આરોગ્ય વિભાગ દ્વારા સારવાર કરવામાં આવી છે. 6 દિવસના મેળાની ટૂંકી વિગત અહી કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે.
6 દિવસની કુલ દર્શનાર્થી અને કુલ આવકની વિગત (23થી 28 સપ્ટેમ્બર) | |
યાત્રિકોની સંખ્યા(અંદાજીત) | 39,36,,032 |
ભોજન પ્રસાદ કરનાર યાત્રિકોની સંખ્યા | 2,93,681 |
પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા | 15,09,097 |
ચીકી પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા | 56,265 |
ભંડાર ,ધાર્મિક સાહિત્ય કેન્દ્ર સહિતની આવક | 1,89,82,693 |
પ્રસાદ વિતરણની આવક | 3,80,33,278 |
કુલ આવક | 5,70,15,971 |
સોનાની આવક ( ગ્રામ ) | 216 GRM |
બસમાં મુસાફરી કરેલ યાત્રાળુઓની સંખ્યા | 7,39,933 |
બસની કુલ ટ્રીપો | 14,345 |
ઉડનખટોલાના યાત્રાળુઓની સંખ્યા | 47,233 |
ધજા રોહણ | 2,942 |
સારવાર લીધેલ દર્દીઓની સંખ્યા | 1,09,312 |