Gopal Italia: બગડુ ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ભવ્ય જન્માષ્ટમીની ઉજવણી, મહારાસમાં લોકો સાથે ધારાસભ્ય પણ જોડાયા

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે બગડુ ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ભવ્ય જન્મોત્સવ અને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 18 Aug 2025 04:01 PM (IST)Updated: Mon 18 Aug 2025 04:01 PM (IST)
mla-gopal-italia-celebrates-janmashtami-grandly-at-bagdu-mla-also-joins-people-in-maharas-587528
HIGHLIGHTS
  • રાત્રે 8.30થી 10.00 દરમિયાન ધ્રુવ આહિરની રાસ મંડળી દ્વારા મનમોહક રાસની રજૂઆત કરવામાં આવી હતી.
  • આ પછી વિવિધ ગામોની રાસ મંડળીઓએ પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું.

Gopal Italia News: ગત શનિવાર, 16 ઓગસ્ટ, 2025ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે બગડુ ખાતે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ભવ્ય જન્મોત્સવ અને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. લેઉવા પટેલ સમાજ, મેંદરડા રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

કાર્યક્રમની શરૂઆત સાંજે મહેમાનોના આગમનથી થઈ હતી, ત્યારબાદ રાત્રે 8.30થી 10.00 દરમિયાન ધ્રુવ આહિરની રાસ મંડળી દ્વારા મનમોહક રાસની રજૂઆત કરવામાં આવી હતી. આ પછી વિવિધ ગામોની રાસ મંડળીઓએ પણ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ, મહાનુભાવોએ પ્રવચન આપ્યું હતું અને રાત્રે 11.40 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પછી આયોજિત મહારાસમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ સ્થાનિક લોકો સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને કૈલાશ સાવલિયા સહિતના અનેક આગેવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે રાજુભાઈ કરપડા, રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ રામ, સામતભાઈ ગઢવી જેવા અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સમાજે સાથે મળીને આ પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી, જેણે ભાઈચારા અને સાંસ્કૃતિક એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.