Junagadh: આજે 2025ના નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢ જિલ્લાવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે. જે અંતર્ગત વિસાવદર તાલુકામાં રોડ-રસ્તાના વિકાસ કામો માટે 14.60 કરોડ રૂપિયાને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ અંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોતાના ફેસબુક પર પોસ્ટ મૂકીને માહિતી આપી છે. જેમાં તેમણે મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ( વર્ષ 2024-25) હેઠળ અને પંચાયત હસ્તકના રસ્તાઓ અંતર્ગત વિસાવદર તાલુકાના વિવિધ રોડ રસ્તાઓના વિકાસ કામોની મંજૂરી આપી અને જોબ નંબર ફાળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર.
ક્યા-ક્યા રસ્તા માટે કેટલી મંજૂરી મળી?
લીમધ્રા-બરડિયા વચ્ચેના 4.30 કિલોમીટર લાંબા રોડ માટે રૂ.390 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
મોટી મોણપરીથી નાની મોણપરી વચ્ચેના 5.10 કિમી રોડ માટે રૂ. 700 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
વિછાવડ થી નાના કોટડા રોડ પર ઓઝત નદી પર બ્રિજ અને બન્ને છેડે દિવાલ માટે રૂ. 370 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.