Junagadh: મહિલા PSI વિરુદ્ધ ફેસબુકમાં અભદ્ર કોમેન્ટ કરનારા પાંચ શખ્સની ધરપકડ, રાજકોટ-જેતપુર-સુરત-અમદાવાદ અને વિસાવદરના શખ્સ જેલ ભેગા

આ મામલે, પોલીસે ફેસબુક અને યુટ્યુબ પર ટિપ્પણી કરનારા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 19 Aug 2025 09:12 AM (IST)Updated: Tue 19 Aug 2025 09:12 AM (IST)
junagadh-news-five-arrested-for-obscene-facebook-comments-on-female-psi-accused-from-rajkot-jetpur-surat-ahmedabad-and-visavadar-jailed-587882
HIGHLIGHTS
  • પોલીસે જણાવ્યું કે આ પાંચેય આરોપીઓ 'આમ આદમી પાર્ટી'ના સમર્થકો છે.
  • મહિલા PSI સોનારા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

Junagadh News: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા સસ્તા અનાજની ફરિયાદને લઈને પોલીસ સ્ટેશન ખાતે થયેલા આંદોલન બાદ વિવાદ ઊભો થયો છે. આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં મહિલા PSI સામે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ મામલે, પોલીસે ફેસબુક અને યુટ્યુબ પર ટિપ્પણી કરનારા પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પાંચેય આરોપીઓ 'આમ આદમી પાર્ટી'ના સમર્થકો છે.

આ અંગે, જૂનાગઢ LCBના PI જે.જે. પટેલે વિગતો આપતા જણાવ્યું કે, ગત તારીથ 1 ઓગસ્ટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા તેમના સમર્થકો સાથે વિસાવદર પોલીસ સ્ટેશને સસ્તા અનાજ મામલે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તે સમયે, વિસાવદર PI એમ.એન. કાતરીયા, મેંદરડાના PSI એસ.એન. સોનારા અને મામલતદાર હાજર હતા. જ્યારે મામલતદારે લોકોને નિયમોનુસાર તપાસની ખાતરી આપી ત્યારે કેટલાક લોકોએ આ ઘટનાના વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. જેમાં મહિલા PSI સોનારા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીઓને કારણે તારીખ 6 ઓગસ્ટે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ જૂનાગઢ SOGને સોંપવામાં આવી હતી.

પોલીસે ટેકનિકલ તપાસના આધારે રાજકોટ, સુરત, અમદાવાદ, વિસાવદર અને જેતપુરના પાંચ આરોપીઓ મનોજ વાઘેલા, અરવિંદ સોંદરવા, વિનોદ કોન્ટ્રાક્ટર, જેન્તી પટેલ અને રમેશ રાદડિયાને ઝડપી લીધા હતા. તેમની સામે આઈટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ અધિકારીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે આ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. પોલીસે તેમના મોબાઈલ ફોન પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.