Junagadh News: સિંહ સહિત વન્યપ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઈ રેલ્વે બોર્ડ દ્વારા મહુવા-સુરત અને સુરત-મહુવાને હવે સુપરફાસ્ટર્ને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય કરાયો છે, જેથી તારીખ 24થી રાજુલા, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર સ્ટેશને ટ્રેનના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા તાજેતરમાં સિંહ સહિતના વન્યપ્રાણીની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા ગતિ નિયંત્રણને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરતઅને સુરત-મહુવાને એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ હવે 25 ઓગસ્ટથી ટ્રેન નંબર 19256 મહુવા- સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેન મહુવા સ્ટેશનેથી એક કલાક ૨૦ મિનીટ વહેલી એટલે કે સાંજે 7.18ના વર્તમાન નિર્ધારીત સમયને બદલે 7.55વાગ્યે ઉપડશે.
ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર નથી અને તેના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર સાંજે 6.35/6.37, સાવરકુંડલા પર સાંજના 7.44/7.45,લીલીયા મોટા પર 8.22/8.23 અને દામનગર સ્ટેશન પર રાત્રીના 9/9.01નો રહેશે.
ટ્રેન નંબર 20955 સુરત- મહુવા સુપરફાસ્ટ હવે 24 ઓગસ્ટથી ટ્રેન નંબર 19255 સુરત-મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. જેમાં સુરત અને દામનગર વચ્ચે ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર નથી. માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોમાં ફેરફાર થયો છે. જે મુજબ ટ્રેનના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર સવારે 7.25/ 7.26, સાવરકુંડલા પર સવારે 8.10થી 8.11 અને રાજુલા સ્ટેશન પર સવારે 8.55/8.56નો રહેશે. આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારીત સમય સવારે 9.10ના બદલે પ૫ મિનીટ મોડી એટલે કે સવારે 10.5વાગ્યે મહુવા સ્ટેશને પહોંચશે એમ ભાવનગર ડીવીઝનના સિનીયર ડીસીએમ માશુક અહમદે જણાવ્યું છે.