Gandhinagar News: કોગ્રેસના પ્રવક્તા અમિત નાયકે પ્રવક્તા પદ પરથી રાજીનામુ આપવાની વાત મુકતા કોગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. અમિત નાયકે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને શહેર પ્રમુખ હિમતસિંહ પટેલ સામે આક્ષેપ કરતી એક પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરી હતી. જેમાં કોગ્રેસના નેતા હિમતસિંહ પટેલ ભાજપના નેતા અને તેમના હરીફ ઉમેદવાદના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પોસ્ટથી હિમતસિંહ અને અમિત નાયક આમને સામને આવી ગયા હતા. જો કે, અમદાવાદના પૂર્વ વિસ્તાના કોગ્રેસના રાજકારણમાં અનેક વિખવાદો જોવા મળે છે. અમિત નાયકે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ સહીતના નેતાઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં પ્રવક્તા પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.
આ અંગે કોગ્રેસના નેતા અમિત નાયકે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ હમણાં જ રેસના ઘોડા અને લગ્નના ઘોડાના વાત કરીને કોગ્રેસના નેતાઓને ચેતવ્યા હતા. કોગ્રેસના નેતા હિમતસિંહ પટેલ પોતાના હરીફ ઉમેદવારના પ્રસંગમાં જાય છે. અને હિમતસિંહન ભાજપના નેતાઓ સાથે વ્યવહારો છે. આ બાબતને મે જોઇ અને તેને સોશિયલ મીડિયામાં શેર કર છે. કારણ કે, છેલ્લા એક વર્ષથી મને કોઇ કારણ વગર પ્રવક્તા તરીકે કોઇ ટીવી ડીબેટમાં જવા દેતા નથી. રાહુલ ગાંઘીઓ મારી પ્રવક્તા તરીકે નિમણૂક કરી છે તેમ છતાં મને મારી કામગીરી સારી રીતે કરવા દેવા માં આવતી નથી.
હિમતસિંહ પટેલે ત્રણ ડઝન જેટલા કોગ્રેસ નેતાઓનું ભવિષ્ય બગાડયુ.. અમિત નાયક
કોગ્રેસના નેતા હિમતસિંહ 4 વાર વિધાનસભા અને 2 વાર લોકસભા ચૂંટણી લડ્યા અને હારી ગયા છે. આમ છતાં તેમને લડવાનો મોહ છુટતો નથી. હિમતસિંહ તેમના વિસ્તારમાં કોઇને મોટા થવા દેવા માગતા નથી. કારણ કે, જો અન્ય કોઇ કોગ્રેસ નેતા કે કાર્યકર્તા આગળ આવશે તો હિમતસિંહ અને તેમના દિકરાનુ રાજકારણ પુરુ થઇ જશે. જેના કારણે તેઓ પૂર્વ અમદાવાદમા કોઇને મોટા થવા દેતા નથી. હિમતસિંહના લીધે કોગ્રેસના ત્રણ ડઝન નેતાઓએ પક્ષ છોડવો પડ્યા છે. જેમાં દિનેશ શર્મા, સુરેન્દ્ર રાજપૂત, પ્રકાશ ગુર્જર, ચેતન રાવલ, વિનય તોમર, ગીરીવરસિંહ જેવા અનેક નેતાઓને કોઇને કોઇ વિવાદ ઉભો કરીને પક્ષથી દૂર કરવા મજબૂર કર્યો છે.
અમિત નાયકે જાણાવ્યુ હતુ કે, હિમતસિંહ હજાર કી.મી દૂર ભાજપના નેતાના કાર્યક્રમમમાં ભાગ લેવા પહોચી જાય છે. જ્યારે પોતાના વિસ્તારના કોર્યકર્તા સામે ખોટી રીતે પોલીસ ફરીયાદ થઇ છે. તે કાર્યકર્તાના પક્ષમાં ઉભા રહેતા નથી. કોર્યકર્તાના પરીવારને મળવા માટે જતાં નથી. જ્યારે કોર્યકર્તાને જરૃર હોય ત્યારે તેઓ હરીફ ઉમેદવારના કાર્યક્રમમાં જોવા મળે છે. હું 25 વર્ષથી કોગ્રેસ સાથે જોડાયેલા છુ. અત્યાર સુધી એક પણ ભાજપના નેતાની મે ચા નથી પીઘી. ક્યારે કોઇ સામાજિક કાર્યક્રમમાં ગયો નથી. કોગ્રેસ સાથે વફાદારીથી કામ કર્યુ છે. તેમ છતાં મારી પરખે કોઇ નથી. મે છેલ્લા એક વર્ષમાં 40 કરતાં વધારે મેઇલ મારફતે ફરીયાદ કરી છે છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.
આ અંગે હિમતસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, ભારતીય રાજકારણમાં જ્યારે કોઇ સામાજિક ધાર્મિક કે સમાનસેવાના લગતા કાર્યક્રમમાં તમામ પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળતા હોય છે. હુ કોઇ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યો એનાથી મારી ઇમાનદારી કોઇ માપી ન શકે, ભૂતકાળ અને આવનાર ભવિષ્યમાં પણ જાહેરહિતના કાર્યક્રમમાં ભાજપ કોગ્રેસ કે અન્ય પક્ષના નેતાઓ એક સાથે હોય તેનાથી પક્ષની કામગીરીમાં કે નેતાની ઇમાનદારી પર સવાલો ન કરી શકાય.
હુ એક કાર્યક્રમમાં હાજર રહ્યો અને તે કાર્યક્રમમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આ એક હીન પ્રકારની રાજકારણ છે. મારી કાર્યક્રમમાં હાજરીથી વાધો હોય તો અમારા કોગ્રેસ પ્રભારી, અમારા પ્રદેશ પ્રમુખને ફરીયાદ કરો એજ પક્ષની શિસ્તતા છે. આમ ખોટી પ્રસિધ્ધિ મેળવીને નેતા બનવું એ યોગ્ય નથી.