Gujarat Forest Guard Recruitment: વનપાલ ભરતીના નિયમમાં થયો મોટો બદલાવ: વાંચો પહેલા લેખિત પરીક્ષા હશે કે શારીરિક કસોટી

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન પ્રમાણે, વનપાલ વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં હવેથી લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 30 Aug 2025 11:14 AM (IST)Updated: Sat 30 Aug 2025 11:14 AM (IST)
gujarat-government-job-gujarat-forest-guard-recruitment-rules-changed-594108

Gujarat Forest Guard Recruitment Rules Changed: ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વન વિભાગે વનપાલ વર્ગ-3ની ભરતી માટે નવા નિયમ અમલમાં મૂક્યા છે. જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા યોજાશે. ત્યારબાદ શારીરિક કસોટી યોજવામાં આવશે. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

વનપાલ ભરતીના નિયમમાં બદલાવ

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નોટિફિકેશન પ્રમાણે, વનપાલ વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં હવેથી લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર જ શારીરિક કસોટી માટે લાયક ગણાશે. લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી માટે ઉમેદવારનું મેરીટ જાહેર કરવામાં આવશે.

જુઓ કઇ રીતે ભરતી કરાશે

વન વિભાગના લેખિત પરીક્ષાના નિયમો સાથે વધુ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જ્યારે પણ ભરતી જાહેર કરવામાં આવશે, ત્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભરતીના કુલ ઉમેદવારોના 20 ટકાનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આમ જ્યારે પણ જરૂર જણાશે, ત્યારે વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારોને પહેલી તક આપવામાં આવશે.