ગુજરાતના 14 ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે: કનુદેસાઈ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 31 Aug 2023 06:39 PM (IST)Updated: Thu 31 Aug 2023 06:39 PM (IST)
gandhinagar-farmers-of-the-remaining-districts-will-also-get-10-hours-of-electricity-187492

Gandhinagar: ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યુ કે, રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામા આવી રહી છે.

જે બાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયની અમલવારી આગામી 2 સપ્ટેમ્બર, 2023થી કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ આગામી 5 સપ્ટેમ્બરથી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.