અંબાલાલ પટેલની આગાહીઃ હવે મેઘો ઉત્તર ગુજરાતમાં સટાસટી બોલાવશે, 23 થી 26 સુધી 3 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે

ચોમાસું ધરી ઉત્તર વર્તી થઈ હોવાથી 23 થી 26 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 21 Aug 2025 05:30 PM (IST)Updated: Thu 21 Aug 2025 05:30 PM (IST)
weather-expert-ambalal-patel-prediction-agahi-heavy-rain-in-uttar-gujarat-from-23-to-26-august-589390
HIGHLIGHTS
  • જામનગર, જૂનાગઢ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • આજે સાંજે અમદાવાદ-ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ પડશે

Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ લાવતી પાંચેક જેટલી સિસ્ટમ સક્રિય થવાથી છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના ભાગોમાં જ્યાં વરસાદની ખેંચ હતી, ત્યાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. હજુ પણ સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, અમરેલી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

ચોમાસું ધરી ધીમે-ધીમે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. જો કે 27 અને 28 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. આ દરમિયાન કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આજે અમદાવાદ-ગાંધીનગરને મેઘરાજા ઘમરોળશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ચોમાસું ધરી ઉત્તર વર્તી થઈ હોવાથી આગામી 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ તેમજ કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આજે સાંજના સમયે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ પડવાની શક્યતા રહેશે. આ સિવાય આગામી ગણેશ ચતુર્થી અને પયુર્ષણના પર્વ દરમિયાન પણ વરસાદ પડી શકે છે.