અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં આંધી સાથે વરસાદ પડી શકે છે

ગુજરાતમાં ગરમીએ તેજ રફતાર પકડી છે. ઉત્તર પશ્ચિમમાંથી ગરમ પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં હજુ પણ વધારો થવાની સંભાવના રહેલી છે. અને દૈનિક 1 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 11 Apr 2025 12:42 PM (IST)Updated: Fri 11 Apr 2025 12:42 PM (IST)
weather-expert-ambalal-patel-ni-agahi-forecasts-rain-thunderstorms-in-gujarat-districts-next-24-hours-507640

Ambalal Patel Agahi: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ તેમજ મોરબી, આણંદ, હળવદ, કચ્છના કેટલાક ભાગમાં ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. તેમજ આગામી 14 એપ્રિલ સુધી તાપમાનનો પારો નીચે જઈ શકે છે. તેમજ પવનનું જોર વધુ રહેવાના સંકેત આપ્યા છે.

ચોમાસા અંગે અંબાલાલની આગાહી

આણંદ જિલ્લામાં હજુ પણ બે દિવસ ગરમીનું પ્રમાણ રહેશે. જ્યારે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ગરમીનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે કહ્યું કે, વરસાદ વહેલો થશે અને ચોમાસુ સારું રહેવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ 2006 અથવા 2007 જેવું જોવા મળી શકે છે. ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે ચોમાસુ 1997 જેવું પણ રહી શકે છે તેમજ ચોમાસુ નબળું રહેવાની શક્યતા નહીંવત છે.

અરબ સાગરમાં ચક્રવાત

બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં ભારે વાવાઝોડું થવાની સંભાવના જોવા મળી રહી છે. અરબ સાગરમાં 10 મેથી ચક્રવાત બનવાની શક્યતા રહેશે, જે ચક્રવાત અલગ અલગ ભાગોમાં ફેલાઈ શકે છે.