Seventh Day School: સરદારનગરમાં સિંધી સમાજના લોકોએ નયનને શ્રદ્ધાંજલિ પાઠવી ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજી

સેવન્થ ડે સ્કૂલમાં હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શહેરના સરદારનગર ખાતે સિંધી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 23 Aug 2025 02:36 PM (IST)Updated: Sat 23 Aug 2025 02:36 PM (IST)
seventh-day-school-sindhi-community-members-in-ahmedabad-pay-tribute-to-nayan-santani-and-hold-candlelight-march-for-justice-590485

Nayan Santani Murder Case: અમદાવાદના સરદારનગરમાં સિંધી સમાજના લોકો અને કેન્ડલ માર્ચ કરી એક પ્રકારનો વિરોધ અને સાથે જ શ્રદ્ધાંજલિ પણ એ મૃતક વિદ્યાર્થી નયનને આપવામાં આવી છે. સિંધી સમાજનો એ યુવક વિદ્યાર્થી નયન કે જેનું મૃત્યુ થયું અને ત્યારબાદ આખું સિંધી સમાજ અમદાવાદનું એકત્ર થયું અને સરદારનગર વિસ્તારમાં આ પ્રકારે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે.

કેન્ડલ માર્ચ કાઢવામાં આવી

લોકોએ પોતાના મોબાઈલમાં ટોર્ચ ઓન કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે જ ન્યાયની ગુહાર પણ આ લોકો આ તમામ સિંધી સમાજના લોકો લગાવી રહ્યા છે. આ ન્યાયની ગુહાર એટલા માટે લગાવી રહ્યા છે કારણ કે, આવા બીજા કોઈ નયન સાથે આ પ્રકારની ઘટના ન બને તેને લઈને આ પ્રકારે હવે વિરોધની સાથે શ્રદ્ધાંજલિ અને તેને લઈને જ આ રેલી કાઢવામાં આવી છે.

ન્યાનની માંગણી કરી

આ છોકરાએ જે કર્યું છે એમના મા બાપને પણ સજા મળવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ. આખા દેશની માંગ છે કે, એ છોકરાને એના તેના માતા પિતાને આકરી સજા આપવી જોઈએ. જે આવા જે બનાવ બને છે કે આવતા વર્ષોમાં કે આવતા દિવસોમાં આવા બનાવ ન બને એટલા માટે સરકારે કડકમાં કડક પગલા લેવા જોઇએ.

સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?

અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.