Ahmedabad News: સતવારા સમાજ સહિત અન્ય સમાજના જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના શુભ પ્રસંગો નજીવા દરે AC હોલમાં થઈ શકે તે હેતુથી આ હોલ તૈયાર કરવામાં આવેલ છે. આગામી 1 સપ્ટેમ્બરથી હોલનું બુકિંગ શરૂ કરવામાં આવશે. એક હજાર લોકો સમાઈ શકે તે પ્રકારે હોલ તૈયાર કરવામાં આવ્યો છે.
નજીવા દરે હોલ ભાડે આપશે
આ અંગે સમસ્ત સતવારા મહામંડળના હોદ્દેદારે જણાવ્યું કે, ઓઢવ વિસ્તારમાં આવેલા સમાજના ભવન ખાતે સર્વસમાજના લોકો માટે નજીવા દરે હોલ ભાડે આપવામાં આવે છે. જો કે આજના સમય પ્રમાણે બેન્ક્વેટ હોલમાં પ્રસંગોની માંગ ખુબ જ વધી રહી છે. જેથી જરૂરમંદ પરિવારોને હોટલમાં વધુ ખર્ચે ન કરવો પડે અને સસ્તા દરે દીકરા દીકરીઓના લગ્ન સહિતના પ્રસંગો થાય તેવા હેતુથી આ નિર્ણય કરાયો છે.
હોલની ફેસીલીટી
આ બેન્ક્વેટ પાંચ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ છે. સમાજના આગેવાનો દ્વારા સમાજ સહિત અન્ય સમાજના જરૂરમંદ પરિવારને ધ્યાનમાં રાખીને નજીવા દરે બેન્કવેટ હોલ આપવાનો નિર્ણય કર્યો છે.