Navsari News: આજરોજ નવસારી ખાતે નવસારી મહાનગરપાલિકા કક્ષાની શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને જિલ્લા પંચાયતની નિર્મળ ગુજરાત હેઠળ સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપન માટે સરપંચોની તાલીમ વર્કશોપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી યુડિવાય 2025 સિટી એકશન પ્લાન ની બુકનુ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારીના ઘારાસભ્ય રાકેશ દેસાઇએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું. કાર્યક્રમમાં નવસારીમા પુર્ણ થયેલ પ્રોજેક્ટસનુ લોકાર્પણ અને નવા પ્રોજેક્ટસનું ભૂમિપુજન સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, મહાનગર પાલિકા બન્યા પછી કમિશ્નર તરીકે દેવુ ચૌધરીજીએ જે જવાબદારી સંભાળીને જે કાર્યો કર્યા છે તેમા વિભાગના અઘિકારીઓ અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. નવસારીને વિકાસના કાર્યોમા પહેલા નંબરે રેવાની ટેવ પડી છે અને આ ટેવ આપડે જાળવી રાખવાની છે. દરેક કામમા,સગવડમા અને તેની ગુણવતામા નવસારી પ્રથમ રહેવુ જોઇએ તેમા સૌનો સાથ સહકાર રહેવો જરૂરી છે. આપણે નવસારી માટે એક સુત્ર બનાવ્યુ હતું કે, સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી.વડાપ્રઘાનએ જ્યારે આદર્શ ગામની યોજના જાહેર કરી હતી ત્યારે સૌથી પહેલુ આદર્શ ગામ નવસારી જીલ્લાનુ ચિખલી બન્યુ હતું અને પછી ગણદેવી બન્યુ.
પાટીલે વધુમાં જણાવ્યું કે દરેક જણે નવસારીની વિશેષતાને લોકો સુધી પહોંચાડવા વિનંતી. કેન્દ્રસરકારની દરેક યોજનાનો લાભ લાભાર્થીઓને પહોચાડવાનો પ્રયાસ કર્યો છે. સ્વચ્છતા અભિયાન પણ વેગવંતુ બને તે માટે વિનંતી કરી. વડાપ્રધાનના જન્મદિવસથી લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મજંયતિ સુધીના 17થી 2 તારીખ સુઘીના કાર્યક્રમમા સ્વચ્છતાના કાર્યક્રમ થાય, એક પેડ મા કે નામ, રેઇન વોટર હાર્વેસ્ટીંગના કામ થાય તે માટે વિનંતી કરી. સરપંચ તો તેમના ગામના મુખ્યમંત્રી કહેવાય છે એટલે મુખ્યમંત્રીની જેમ લો એન્ડ ઓર્ડર સિવાય બધા કાર્યો કરવાના હોય છે. સરપંચોએ કેન્દ્ર અને રાજય સરકારની બધી યોજના લાગુ થાય તે માટે પ્રયત્ન કરવાનો છે. ગામની શાળા આદર્શ શાળા બને તે માટે આયોજન કરવા જોઇએ. દરેક સરપંચ તેમના ગામમા કઇ જરૂરિયાત છે તેની એક યાદી બનાવી જોઇએ.
પાટીલે વધુમાં જણાવ્યું કે,વરસાદી પાણીને જમીનમા ઉતારવા બોરનુ નિર્માણ કરવા સૌને માર્ગદર્શન આપ્યું. જમીનમા વરસાદી પાણી ઉતારવામાં આવે તો જ્યારે પાણી જોઇએ ત્યારે ઓછા ખર્ચમા આપણે પાણીને પરત મેળવી શકીએ છીએ. 33 રાજયોમા કુલ 611 જિલ્લામાં 32 લાખ જેટલા બોરના સ્ટ્રકચર તૈયાર કરી દીધા છે. નવસારીમા કયા પ્રકારના કામ કરવા જોઇએ તેની એક બુક અંહી આપવામાં આવી છે તેથી સૌએ પ્રયત્ન કરવા જોઇએ કે બુકમા આપેલા કામો અને તે સિવાયના કામોની ચર્ચા કરી આયોજન કરવુ જોઇએ. સૌએ સંકલ્પ કરવો જોઇએ કે તમામ સુવિઘા સારી ગુણવતા સભર કામ થાય તે માટે સંકલ્પ આજે કરવો જોઇએ. આવનાર પેઢી આપણને કોઇ ફરિયાદ કરે તેની જગ્યાએ સારા કામ માટે આપણને યાદ કરે તેવા પ્રયત્ન કરવા જોઇએ.